Site icon Gujarat Mirror

લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં આગ: 200 દર્દીઓનો બચાવ

 

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉની લોકબંધુ હોસ્પિટલમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ આગ હોસ્પિટલના બીજા માળે લાગી હતી. આગના કારણે આખી હોસ્પિટલ ધુમાડાથી ભરાઈ ગઈ હતી. લગભગ 200 દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આગની માહિતી મળતા જ ડીસીપી સાઉથ, ડીસીપી ઈસ્ટ સહિત અનેક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું શરૂૂ કર્યું હતું.

ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સીએમ યોગીએ ઘટનાસ્થળે હાજર પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પાસેથી પણ ઘટનાની માહિતી લીધી અને વહેલી તકે આગને કાબૂમાં લેવા સૂચના આપી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. કોઈ દર્દીને ઈજા થઈ નથી.

પ્રાથમિક માહિતી મુજબ લોકબંધુ હોસ્પિટલના ઈંઈઞ બિલ્ડીંગમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. આગ લાગ્યા બાદ સમગ્ર હોસ્પિટલ પરિસરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને અંધારપટ છવાઈ ગયો હતો જેના કારણે દર્દીઓ અને સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો. દર્દીઓને બહાર કાઢ્યા બાદ ગંભીર રીતે બીમાર લોકોને લખનૌ ઊંૠખઞમાં દાખલ કરવામાં આવ્યા હતા. અન્ય દર્દીઓને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Exit mobile version