ગુજરાત
બોટાદના ડોક્ટર હાઉસમાં મોડી રાત્રે આગ ભભૂકી, 8-10 બાઇક બળીને ખાખ
બોટાદના ડોક્ટર હાઉસ બિલ્ડીંગના નિચે આવેલ ઓટો ગેરેજની દુકાનમાં મોડીરાત્રીના અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી.બોટાદ શહેરમાં ગઢડા રોડપર આવેલ ડોક્ટર હાઉસ બિલ્ડીંગ આવેલું છે.
આ બિલ્ડિંગની નીચે બાઈક પોઈન્ટ નામની ઓટો ગેરેજની દુકાન છે.
તેમાં ગત મોડીરાત્રીના અચાનક આગ લાગી હતી અને ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટેગોટા નિકળ્યા હતા. આગ લાગતાની સાથે આસપાસના સથિકોના ટોળેટોળા એકત્રીત થયાં હતાં અને ફાયરને જાણ કરતા બોટાદની ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે ઓટો ગેરેજ દુકાનમાં રહેલ 8-10 બાઈક બળીને ખાખ થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જ્યારે આગ લાગવાનું કારણ અકબંધ છે.