સોશિયલ મીડિયા પર અત્યારે ’કોકરોચ જનતા પાર્ટી’ (CJP ) ખૂબ જ ટ્રેન્ડ થઈ રહી છે અને લોકોમાં તેની જોરદાર ચર્ચા છે. આ લોકપ્રિયતા જોઈને હવે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ પણ આ ઓનલાઇન મૂવમેન્ટ સાથે હાથ મિલાવવા ઉત્સુક હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઉદિત રાજે સીજેપી (CJP )ના સ્થાપક અભિજીત દીપકેને એક ખાસ સલાહ આપતા કહ્યું છે કે, આ સોશિયલ મીડિયા આંદોલનને જો લાંબા સમય સુધી સફળ બનાવવું હોય તો કોઈ મજબૂત રાજકીય પક્ષનો સાથ ખૂબ જરૂૂરી છે.
રાહુલ ગાંધી જ આ આંદોલનને સાચું નેતૃત્વ આપી શકે છે અને જો ’કોકરોચ પાર્ટી’ તથા રાહુલ ગાંધી સાથે મળી જાય, તો તેઓ વર્તમાન ભાજપ સરકારને સત્તા પરથી હટાવી શકે છે.ભાજપની ટિકિટ પર દિલ્હીથી લોકસભા સાંસદ રહી ચૂકેલા અને હાલ કોંગ્રેસના નેતા ઉદિત રાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’X’ પર લખ્યું કે, ’સોશિયલ મીડિયા પરથી શરૂૂ થયેલી કોકરોચ જનતા પાર્ટી (CJP ), જેનું નેતૃત્વ અભિજીત દીપકે કરી રહ્યા છે, તે વર્તમાન સરકાર સામે જનતાની નારાજગી અને ગુસ્સાનું પ્રતીક બનીને ઉભરી છે.’
જોકે, તેમણે ટકોર પણ કરી કે આવા આંદોલનો લાંબા સમય સુધી ત્યારે જ ટકી શકે, જ્યારે તેઓ કોઈ મજબૂત રાજકીય અને સામાજિક શક્તિઓ સાથે જોડાય જે ભાજપ સરકારનો એક વિશ્વસનીય વિકલ્પ બની શકે.આ સાથે જ તેમણે કોકરોચ પાર્ટીના સ્થાપક દીપકેને યાદ અપાવ્યું કે, તેઓ પોતે એક આંબેડકરવાદી વિચારધારા ધરાવે છે, ’કોંગ્રેસ પહેલાં મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે (ઝખઈ) આ ’કોકરોચ જનતા પાર્ટી’ને પોતાનો પૂરો સાથ આપી દીધો છે. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ’બ્રાયને સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તેમની પાર્ટીના પ્રમુખ મમતા બેનરજી અને રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી આ ઓનલાઇન ઝુંબેશને સંપૂર્ણ સમર્થન આપે છે. આમ, કોંગ્રેસ અગાઉથી જ ટીએમસી આ સોશિયલ મીડિયા મોહિમની પડખે આવીને ઊભી રહી ગઈ છે.
