ગુજરાત
સુરતના ફોર્ચ્યુન મોલમાં આવેલા સ્પા એન્ડ જીમમાં લાગી ભીષણ આગ, ગૂંગળામણથી 2 યુવતીના મોત
ગુજરાતના સુરત જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અમૃતયા સ્પા એન્ડ જીમમાં ગઈ કાલે સાંજે ભીષણ આગ લાગી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ જીમની ઉપર બનેલા સ્પા સેન્ટરને પણ લપેટમાં લીધી હતી. આ દરમિયાન સ્પા સેન્ટરમાં કામ કરતી બે યુવતીના મોત થયા હતા. બંને યુવતીઓ નાગાલેન્ડની રહેવાસી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતાં.
મળતી માહિતી મુજબ, બુધવારે સાંજે અચાનક જિમમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને જીમ કરી રહેલા લોકો બહાર આવી ગયા. સનસિટી જીમની ઉપર એક સ્પા અને સલૂન સેન્ટર પણ હતું. ત્યાં કેટલીક યુવતીઓ કામ કરતી હતી. થોડી જ વારમાં આગ સ્પા સેન્ટર સુધી પહોંચી. આગ જોઈને ત્યાં કામ કરતી યુવતીઓ ડરી ગઈ અને ચીસો પાડવા લાગી.યુવતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું.
આ દરમિયાન બે યુવતીઓએ પોતાને આગથી બચાવા માટે બાથરૂમમાં બંધ કરી દીધી હતી, જ્યારે ત્રણ યુવતીઓ કોઈક રીતે હિંમત એકઠી કરીને બહાર આવી હતી. બાથરૂમમાં બંધ બંને યુવતીઓનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું. આ બંને યુવતીઓ નાગાલેન્ડની રહેવાસી હતી. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધો અને સ્પા સેન્ટરમાં પ્રવેશ કર્યો.
ફાયર બ્રિગેડ બાથરૂમમાં ગયા ત્યારે બંને યુવતીઓ બેભાન અવસ્થામાં પડી હતી. ટીમ તરત જ તેમને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડૉક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા. અકસ્માતની જાણ થતાં ડીસીપી સુરત વિજય ગુર્જર અને ડિવિઝનલ ફાયર ઓફિસર હરીશ ગઢવી પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જો કે આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય છે. જો કે ફાયર બ્રિગેડની ટીમ આગનું કારણ શોધવામાં વ્યસ્ત છે.