ક્રાઇમ
ભાવનગરમાં પુત્રના હાથે પિતાની હત્યા
પુત્રએ માગેલા પૈસા ન આપતા પિતાનું ઢીમ ઢાળી દીધું, સકંજામાં લેવા તજવીજ
ભાવનગરમાં ભંગારની ફેરી કરતા વૃદ્ધ પિતા પાસે પુત્રએ પૈસાની માંગણી કરી હતી પરંતુ પૈસા ન હોવાના કારણે પિતાએ ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા નરાધમ પુત્રએ પિતાને માં છરીના બે ઘા મારતા ગંભીર રીતે તે ધવાયેલા વૃદ્ધનું આજે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઇન્દિરાનગર થી નવી નિશાળ સામે રહેતા 66 વર્ષના ઇસ્માઇલભાઈ કુરેશી ભંગારની ફેરી કરે છે. તેઓ ઘરે ગયા ત્યારે તેમના પુત્ર ફઝલ ઉર્ફે ગફારે વાપરવા માટે પૈસાની માંગણી કરતા ઇસ્માઇલભાઈએ તેમની પાસે પૈસા ન હોવાના કારણે પુત્રને પૈસા આપવાની ના કહેતા ફઝલ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પિતાને પડખાના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને બીજો ઘા હાથ પર માર્યો હતો. આ હુમલામાં ઇસ્માઇલભાઈને ગંભીર પ્રકારની ઇંજા પહોંચતા તેને સારવાર માટે સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે આ બનાવમાં પુત્ર ફઝલ વિરુદ્ધ હત્યાની કલમનો ઉમેરો કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.