Site icon Gujarat Mirror

દીકરીના મોતનું 262 કરોડનું વળતર મળે તે પહેલાં પિતાનું મોત

અમેરિકામાં પોલીસ વાહન અડફેટે મોતને ભેટેલી જહાન્વી કંડુલાની ઘટના

અમેરિકામાં પોલીસની ગાડીની અડફેટે આવી જતાં મોતને ભેટેલી જ્હાનવી કંડુલા નામની એક ઈન્ડિયન સ્ટૂડન્ટના પિતાનું પણ મોત થઈ જતાં તેની ફેમિલી સાથે કલ્પના પણ ના કરી શકાય તેવી ટ્રેજેડી થઈ છે. જ્હાનવીનું જાન્યુઆરી 2023માં મોત થઈ ગયું હતું અને આ મામલે સીએટલ સિટીએ તેના પરિવાર સાથે 29 મિલિયન ડોલર એટલે કે 262 કરોડ રૂૂપિયામાં સેટલમેન્ટ કર્યું હતું.

જોકે, આ સેટલમેન્ટના માત્ર બે દિવસ પહેલા જ તેના પોલીસકર્મી પિતાએ પણ હ્રદયરોગના હુમલામાં દમ તોડ્યો હતો. જ્હાનવી મૂળ આંધ્રપ્રદેશની વતની હતી અને સ્ટૂડન્ટ વિઝા પર તે અમેરિકા ગઈ હતી. 2023માં જાન્યુઆરી 23ના દિવસે સ્પીડ લિમિટનો ભંગ કરીને દોડતી એક પોલીસ કારે જ્હાનવીને ટક્કર મારતા ગણતરીના કલાકોમાં જ તેના શ્વાસ કાયમ માટે થંભી ગયા હતા.

જ્હાનવીની ફેમિલી સાથે સીએટલ સિટીએ 29 મિલિયન ડોલરમાં સેટલમેન્ટ કરવાના સમાચાર આવ્યા ત્યારે એવી ચર્ચા હતી કે આખરે આ પરિવારને ન્યાય મળ્યો. જોકે, હવે એવું જાણવા મળ્યું છે કે જ્હાનવીના મોતથી ખૂબ જ વ્યથિત થઈ ગયેલા તેના પિતા પણ આ દુનિયામાં નથી રહ્યા. જ્હાનવીનો અકસ્માત થયો ત્યારે તેના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા, તેમણે પણ ફેબ્રુઆરી 10ના રોજ સિવિયર હાર્ટ અટેક આવી જતાં દમ તોડ્યો હતો.

Exit mobile version