ક્રાઇમ
હાપા ખારી વિસ્તારમાં યુવાન પર છરી-ધોકા વડે જીવલેણ હુમલો
જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા અને માલ ઢોર ચરાવવાનો વ્યવસાય કરતા પુંજાભાઈ જેસુરભાઈ સોરીયા નામના 36 વર્ષના ચારણ યુવાન પર રાજપાર્ક વિસ્તારમાં રહેતા હિતેશ બાંભણિયા, દિપક નાનજી રાઠોડ, તેમજ ઇન્દ્રજીત ભુપતભાઈ ડાભી નામના ત્રણ શખ્સોએ છરી-ધોકા-પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે, જયારે ઇજાગ્રસ્ત યુવાનને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે, અને તેના ઉપર શસ્ત્રક્રિયા કરવામાં આવી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પુંજાભાઈ તેમજ આરોપી હિતેશ કે જે બંનેને આજથી પાંચ વર્ષ પહેલાં વાડામાં ઢોર બાંધવાના પ્રશ્ને તકરાર થઈ હતી, જેનું મન દુ:ખ રાખીને આ હુમલો કરાયા નું પોલીસમાં જાહેર થયું છે.