રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતના માંડવી નજીક બોલેરો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયાં છે જયારે ૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગતો અનુસાર સુરતના માંડવી ઝંખવાવ રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શ્રમિકોને લઈને જતી બોલેરો પીકવાન ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેમાં ૩ શ્રમિકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જયરે અન્ય એક શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ૫ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તમામ ઈજાગર્સ્તોને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોલેરોવાનમાં 9 શ્રમિકો મુસાફરી કર્યા હતા.
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી હતી. અને ઇજાગ્રસ્તો અને મૃતકોની ડેડબોડીને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. માંડવી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.