ગુજરાત
ખેડૂતોના પાકનો રેન્ડમલી સરવે કરી સહાય નહીં ચૂકવાય તો ઉપવાસ આંદોલન
ધોરાજી-ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ કૃષિમંત્રીને લખ્યો પત્ર
અતિવૃષ્ટિથી ખેડુતોને થયેલા નુક્શાનીનો ફન્ડમલી સર્વે કરાવી સહાય નહી ચૂકવાય તો કૃષિમંત્રીના નિવાસ સામે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાની ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયાએ ચિમકી ઉચ્ચારી છે. તેઓએ કૃષિમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત ના ખેડૂતોને અતિવૃષ્ટિ થી થયેલ નુકશાન નું અધકચરું સર્વે કરાવી ઓગસ્ટ સુધીમાં ખેડૂતોને થયેલ નુકશાન પેટે 1019 કરોડ નું સહાય પેકેજ જાહેર કર્યું તે ખેડૂતોને થયેલ નુકશાની ના પ્રમાણમાં ઘણું અપુરતું છે.
ઓગસ્ટ સુધીના નુકશાનીની સહાય જાહેર કરાઇ છે. કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોનો પાક મગફળી, સોયાબીન જેવા પાકોની લણણી કરવી ફરજીયાત હોય છે.જયારે ખેડૂતોનો પાક તૈયાર હોય ત્યારે સમગ્ર ગુજરાત માં વરસાદ થયો ખેડૂતોને મોઢે આવેલ કોળીયો જુટવાઈ ગયો. ફરી સર્વે કરવાની જાહેરાત કરી પણ ખેડૂતો એના બગડેલ માલનો ખેતર માંથી નિકાલ કરે કે સરકારના અધિકારી સર્વે કરવા આવે એની રાહ જોવે… ખેડૂતોએ એના બગડેલ પાકનો નિકાલ કરી શિયાળુ પાકના વાવેતરની તૈયારી કરી છે. જ્યાં સપ્ટેમ્બર- ઓક્ટોમ્બર માં વરસાદ પડ્યો છે ત્યાં રેન્ડમલી સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવો ખેડૂતોને સહાય ચુકવો ખેડૂતો ભગવાન ને પ્રાર્થના કરશે કદાચ ફરી ભાજપ ની સરકાર બને તો ગુજરાતના મુખ્યમંત્રી બનાવે ભગવાન ખેડૂતોની પ્રાર્થના જરૂૂર સાંભળશે.
ધોરાજી – ઉપલેટા માં સરકારી આકડા મુજબ 180%થી પણ વધારે વરસાદ નોંધાયો છે. ખેડૂતોના તૈયાર પાકો ધોવાયા છે. હવે ખેડૂતો માટે સર્વેમાં બતાવવા માટે કઈ વધ્યું નથી. ત્યારે જો રેન્ડમલી સર્વે કરી ખેડૂતોને સહાય ચુકવવામાં નહિ આવેતો ના છૂટકે હું મારા વિસ્તારના ખેડૂતો સાથે આપના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ પર બેસીસ.