ક્રાઇમ
ઉપલેટા પંથકમાં શિયાળુ પાક માટે DAP ખાતરની ભારે અછતથી ખેડૂતો પરેશાન
ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ તેમજ કમોસમી વરસાદને લઈને ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું, તેમજ ખેડૂતોએ વાવેતર કરેલા વિવિધ પાકો ધોવાઈ જતાં ખેડૂતોને આર્થિક રીતે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો, સાથે ગુજરાતમાં જગતના તાતની મુશ્કેલીઓનો જાણે પાર નથી તેમ એક બાજુ, આર્થિક રીતે તબાહ ખેડૂતો નાણાંભીડનો અનુભવ કરી રહ્યાં છે ત્યારે બીજી બાજુ રવિ પાકની વાવણી અગાઉ જ પાયાનું ખાતર એવા ઉઅઙ ખાતરની અછત વર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતો ખાતર મેળવવા માટે અહીં તહીં ભટકી રહ્યાં છે.ઉપલેટા પંથકમાં ઘણા દિવસોથી ઉઅઙ ખાતરની અછત વર્તાઈ રહી છે.
એક તરફ ચોમાસુ પાક સદંતર નિષ્ફળ રહ્યા છે ત્યારે હવે શિયાળુ પાક સારો થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્યાં છે, પરંતુ ભારે વરસાદને લીધે આ વખતે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે, જેમકે ખેડૂતોના મોઢામાંથી કોળિયો જાણે છિનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દિવાળી બાદ ખેડૂતો રવિ પાકના વાવેતરની તૈયારીઓ કરી રહ્યાં છે અને મોટાભાગની તૈયારીઓ પૂર્ણ પણ થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને નાના ખેડૂતો નાણાંભીડ અનુભવી રહ્યાં છે. બિયારણ, ખાતર, જંતુનાશક દવા ખરીદવાના નાણાં નથી તેમાં પણ ડીએપી ખાતરની અછત સર્જાતા ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
શિયાળુ પાકનું વાવેતર કરતા પહેલા ખેતરની અંદર ઉઅઙ જે પાયાનું ખાતર નાખવામાં આવે છે, પરંતુ ઉપલેટા પંથકમાં ઘણા સમય થયાં ખાતર નહિ મળતા ખેડૂતોને શિયાળુ પાકનું વાવેતર કઈ રીતે કરવું તે એક પ્રશ્ન છે. એક તરફ ચોમાસુ પાક ખેડૂતોનો નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતો હવે શિયાળુ પાક ઉપર આશા રાખીને બેઠા છે તેવા સમયે જ ખાતરની ખૂબ જ ભારે અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને વહેલી તકે ખેડૂતોને ખાતર મળે તેવી માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે.
દિવાળી બાદ શિયાળુ પાકના વાવેતરનો સમય છે ત્યારે ખેડૂતોને ખાતર નથી રહ્યું જેથી ખેડૂતોને ખાતર માટે મંડળીઓમાં તથા પ્રાઈવેટ ખાતર ડેપોમાં ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે ઉપલેટા જુથ સહકારી મંડળીના મંત્રીના જણાવ્યા મુજબ મંડળીના સભાસદોને ખાતર મળી ગયું છે પરંતુ સભાસદ ન હોય એવા ખેડૂતો માટે પણ અમારી સંસ્થા દ્વારા ઉપર રજૂઆતો કરવામાં આવી છે અને વહેલી તકે ખાતર મળી રહે અને ખેડૂતો પરેશાન ન થાય તેવા પ્રયાસો હાથ રહી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
ટુંક સમયમાં જેવી રીતે ખાતરની જરૂૂરિયાત ઊભી થતી ગઈ છે તેમ તેમ પાયાના ખાતર ઉઅઙ પણ ધીમે ધીમે ખેડૂતોને મળતા રહેશે તેવા અમારી મંડળી તરફથી પણ પ્રયાસ આ ધર્મ આવી રહ્યા છે તેઓ દાવો કર્યો હતો, જોકે ખેડૂતોને ખાતર ક્યારે મળશે તે એક પ્રશ્ન હાલ ઉદભવ્યો છે.હાલ તો ખેડૂતોના ખેતર વાવેતર કરવા માટે ખેડ કરી તૈયાર થઈ ગયા હોય, પરંતુ શિયાળુ પાકના વાવેતર સમયે જ ખેડૂતોને ખાતર નથી મળી રહયા ત્યારે વહેલી તકે ખેડૂતોને ખાતર મળી રહે તેવા પ્રયાસ સરકાર કરે તે જરૂૂરી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.