વ્યાજખોરોના ત્રાસથી જૂનાગઢમાંં ખેડૂતનો આપઘાત

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવાઈ રહી હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો…

ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં વ્યાજખોરો સામે કડક ઝુંબેશ ચલાવાઈ રહી હોવાના દાવાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો અને હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. નાનડિયા ગામના 30 વર્ષીય યુવક ગુંજન ઉર્ફે મેરકાએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

માણાવદર તાલુકાના નાનડિયા ગામે રહેતા ગુંજન ઉર્ફે મેરકાને ખેતીકામ માટે નાણાંની જરૂૂરિયાત ઉભી થતાં તેણે બાંટવા ગામના કરશનભાઈ રબારી અને ગગાભાઈ ઉર્ફે રાજુભાઈ રબારી પાસેથી પાંચ લાખ રૂૂપિયા વ્યાજે લીધા હતા. પરિવારના આક્ષેપ મુજબ ગુંજને સમયસર વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં કરશનભાઈ રબારી અને ગગાભાઈ ઉર્ફે રાજુભાઈ રબારીએ વ્યાજ ઉપર વ્યાજ ચઢાવી પઠાણી ઉઘરાણી શરૂૂ કરી હતી.

આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુંજનના પરિવારની લાખો રૂૂપિયાની કિંમતી ખેતીની જમીનનો દસ્તાવેજ પણ પોતાના નામે કરાવી લીધો હોવાનું સામે આવ્યું છે. સતત માનસિક દબાણ અને આર્થિક ત્રાસના કારણે યુવક ભારે તણાવમાં આવી ગયો હતો. યુવકે મોત પહેલાં બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ચાર આરોપીઓ કરશન રબારી, ગગા ઉર્ફે રાજુભાઈ રબારી, વિરેન્દ્ર જમનાદાસ વિરોજા અને પ્રવીણભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર ઘટનામાં નાનડિયા ગામના વિરેન્દ્ર જમનાદાસ વિરોજા અને પ્રવીણભાઈ નામના અન્ય એક શખ્સનું નામ પણ સામે આવ્યું છે. ફરિયાદ મુજબ વિરેન્દ્ર જમનાદાસ વિરોજાએ ઊંચા વ્યાજદરે નાણાં આપી બાદમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. જ્યારે પ્રવીણભાઈએ છ લાખ રૂૂપિયાનું વ્યાજ વસૂલ્યા બાદ પણ વધુ રકમની માંગણી કરી મોબાઈલ ફોન પર વોટ્સએપ મારફતે ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપ્યો હતો. ચારેય તરફથી દબાણમાં આવી ગયેલા ગુંજન માટે બહાર નીકળવાનો કોઈ રસ્તો બચ્યો નહોતો. અંતે આબરૂૂ જવાના ડર અને સતત ત્રાસથી કંટાળી ગુંજને પોતાની વાડીએ જઈ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું.

આત્મહત્યા કરતા પહેલાં ગુંજને પોતાના મોબાઈલ ફોનમાં એક વીડિયો બનાવ્યો હતો જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં યુવક ધ્રુજતા અવાજે કહે છે કે, “હું દવા પી છું બાંટવા વાળા કરશનભાઈ અને ગગાભાઈએ પાંચ લાખ રૂૂપિયા વ્યાજે આપી મારી જમીનનો દસ્તાવેજ કરી લીધો છે” વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ગંભીર બન્યો હતો.

મૃતકના પિતા ગોરધનભાઈ માધાભાઈ આરદેશણાની ફરિયાદના આધારે માણાવદર પોલીસે કરશનભાઈ રબારી, ગગાભાઈ ઉર્ફે રાજુભાઈ રબારી, વિરેન્દ્ર જમનાદાસ વિરોજા અને પ્રવીણભાઈ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 108, 308(4), 296(બી), 351(3), 54 તેમજ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે.