ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં ગટરના પાણીના નિકાલ જેવી નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને વિવાદ થયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ભોજપરા ગામના એક મહિલાએ પાડોશમાં રહેતા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી ગીતાબેન રાજેશભાઈ સોલંકી (ઉ.વ. 48) એ બાબુભાઈ કરશનભાઈ સરવૈયા , ગીતાબેન બાબુભાઈ સરવૈયા , જતિન બાબુભાઈ સરવૈયા , પ્રેમજીભાઈ સરવૈયા અને ગૌતમ બાબુભાઈ સરવૈયા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગીતાબેન જ્યારે પોતાના ઘરે હતા, ત્યારે તેમના ઘરની સામે રહેતા બાબુભાઈ કરશનભાઈ સરવૈયાના પુત્ર જતિને ગીતાબેનના ઘર પાસેથી નીકળતી ગટરની લાઈનમાં સિમેન્ટ નાખીને તેને બંધ કરી દીધી હતી.
ગટર બંધ હોવાનું ગીતાબેનના ધ્યાને આવતા તેમણે ગટરમાંથી સિમેન્ટનો માલ કાઢી નાખ્યો હતો. આ બાબતે ઉશ્કેરાઈને પાડોશી બાબુભાઈ સરવૈયા, તેમના પત્ની ગીતાબેન, પુત્ર જતિન અને પ્રેમજીભાઈ સરવૈયા ગીતાબેનના ઘર પાસે આવ્યા હતા અને “તેં ગટરમાંથી સિમેન્ટ કેમ ખોલી નાખી?” તેમ કહી ઝઘડો શરૂૂ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગીતાબેને જ્યારે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ગટરનું પાણી અહીંથી કાયમ માટે વહે છે, ત્યારે આરોપીઓ વધુ આવેશમાં આવી ગયા હતા અને અભદ્ર ગાળો આપવા લાગ્યા હતા. આ દરમિયાન ગીતાબેનનો પુત્ર મનિષ ત્યાં આવી પહોંચતા, આરોપી બાબુભાઈ અને તેમના પત્નીએ ગીતાબેન તથા તેમના પુત્ર મનિષને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પરિસ્થિતિ વણસતા મનિષે પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતારવાનું શરૂૂ કર્યું હતું, જેના કારણે આરોપીઓ ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ ગૌતમ બાબુભાઈ સરવૈયા નામના શખ્સે પણ આવીને ગીતાબેન સાથે બોલાચાલી કરી હતી.
ગોંડલ તાલુકા પોલીસે આ મામલે ગીતાબેનની ફરિયાદના આધારે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે: 1.પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 351(3), 352 અને 54 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કર્મરાજસિંહ અનિરૂૂધ્ધસિંહ પરમાર ચલાવી રહ્યા છે.
