ગુજરાત
રાજ્યમાં હવે શિક્ષણ વિભાગનો નકલી ઓર્ડર , બનાસકાંઠાના શિક્ષકે શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી બદલીનો આપ્યો ઓર્ડર
રાજ્યમાં નકલી ખાદ્ય વસ્તુ, નકલી અધિકારી, નકલી ટોલનાકું, અને નકલી કોર્ટની ઘટના સામે આવ્યા બાદ હવે શિક્ષણ વિભાગના નકલી હુકમોનો કિસ્સો સામે આવ્યો છે. બ્રિજેશ પરમારનામના શિક્ષકે શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી બદલીનો નકલી ઓર્ડર કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ બનાસકાંઠાના વડગામની મજાદર પ્રાથમિક શાળાના એક શિક્ષકે શિક્ષણ વિભાગના સચિવના સહી સિક્કા કરી બદલીનો નકલી ઓર્ડર બનાવ્યો હતો.બદલીનો એક કેમ્પ યોજાયો હતો જેં શિક્ષકોની બદલી કરવામાં આવી અહ્તી. ત્યારે બાદ બ્રિજેશ પરમાર નામના શિક્ષકે નકલી સહી સિક્કા સાથેનો ઓર્ડર બનાવ્યો હતો. આ ઓર્ડર થરાદની ડૂવા પ્રાથમિક શાળામાં જે શિક્ષક ફરજ બજાવે છે તેમને આપવામાં આવ્યો હતો. આ શિક્ષક બદલીના ઓર્ડર મુજબ અન્ય શાળામાં હાજર થવા ગયા ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફર્ષ થયો હતો
સમગ્ર મામલાની જાણ થતા શિક્ષણ અધિકારીએ તાત્કાલિક બ્રિજેશ પરમાર નામના શિક્ષકને સસ્પેન્ડ કર્યા હતા. અને પોલીસ તપાસના આદેશ આપ્યા હતા. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.