ગુજરાત
સૂચિત જંત્રી દર સામે વાંધા સૂચનો સ્વીકારવાની મૂદતમાં વધારો કરો
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી જણાવેલ છે કે, સરકારએ તાજેત્તરમાં સુચિત જંત્રી જાહેર કરેલ અને આ અંગે જાહેર જનતા પાસેથી 30 દિવસની સમય મર્યાદામાં વાંધા સુચનો મોકલી આપવા જણાવેલ છે.
ગત વર્ષે તા.15-4-2023ના રોજ અમલમાં આવેલ જંત્રીની સરખામણીમાં સુચિત જંત્રીમાં 100%નો વધારો કરવામાં આવેલ તેમજ તેમાં રહેલ ક્ષતિઓને દૂર કરવા સાયન્ટીફીક જંત્રી અમલમાં આવે તેવું નકકી કરવામાં આવેલ હતું. આમ છતાં સરકાર દ્વારા સાયન્ટીફીક જંત્રી તૈયાર કરવામાં 18 માસનો સમય વ્યતીત થયેલ છે.અને સુચિત જંત્રી માટે જાહેર જનતા પાસેથી વાંધા સુચનો મેળવવા માત્ર 30 દિવસ ફાળવવામાં આવેલ તે સમય અપૂરતો હોય તેમાં વધારો કરવામાં આવે.રાજ્ય સરકારે સુચિત જંત્રીમાં 50%થી લઈને 2000%નો વધારો દર્શાવેલ છે. જે 18 માસના ગાળામાં આ વધારો આમ નાગરિકની કમર તોડનારો, રાજ્યના વિકાસને અવરોધનારો અને વહીવટી રીતે અવ્યવહારુ છે,માટે સુચિત જંત્રી ઉપર અભ્યાસ કરી ફેરવિચારણા કરવા આવે અને પછી જાહેર જનતા પાસેથી વાંધા સુચનો મંગાવવામાં આવે, અને હાલ સૂચનો મંગાવવાની મુદતને તા. 31- 03-2025 સુધી મુદતમાં વધારો કરવા માંગ કરીએ છીએ.
ઉપરાંત હાલ રાજ્ય સરકાર સુચિત જંત્રી અંગે માત્ર ઓન લાઈન વાંધા સુચનો મંગાવી રહી છે તેની સાથે ઓફલાઈન સૂચનો પણ દરેક જીલ્લામાં કલેકટરની કચેરી ઉપરાંત જિલ્લામાં ઓછામાં ઓછા બે અન્ય કેન્દ્રો ઉપર સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી જનહિતની માંગ છે, તેને આપના ધ્યાન પર મૂકી છીએ, જેથી વિશાળ વર્ગ પોતાની રજૂઆત સરકાર સુધી પહોંચાડી શકે. ગુજરાતની જનતાના વિશાળ હિતમાં અમારી સકારાત્મક રજૂઆતને ધ્યાને લઈને જરૂૂરી વિભાગને ત્વરિત સૂચના આપવામાં આવે તેવી માંગણી મનહર પટેલ દ્વારા કરવામાં આવી છે.