મનોરંજન
‘સિંઘમ અગેન’ની રિલીઝ પહેલા જ અજય દેવગને નવી ફિલ્મનું કર્યું એલાન, સામે આવ્યું પોસ્ટર
‘ભૂલ ભૂલૈયા 3’ અને ‘સિંઘમ અગેન’ની ક્લેશને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે ત્યારે અજય દેવગણ એક નવી જાહેરાત સાથે આગળ આવ્યો છે. હાલમાં જ જ્યાં ફેન્સ અજય દેવગનની ‘સિંઘમ અગેન’ને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા ત્યાં હવે તેમના માટે વધુ એક મોટા સમાચાર છે. ‘સિંઘમ અગેન’ પછી અજય દેવગન અનીસ બઝમીની ફિલ્મમાં જોવા મળવાનો છે, જેનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે.
આ દિવાળીએ રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ‘સિંઘમ અગેન’ અનીસ બઝમીની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ સાથે ટકરાશે. દરમિયાન, અજય દેવગનની નવી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જે અનીસ બઝમીના નિર્દેશનમાં બની છે. તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે થોડા દિવસો પછી, અજય દેવગન એ જ નિર્દેશકની ફિલ્મમાં જોવા મળશે જેની સાથે તેની ફિલ્મ મહિનાની શરૂઆતમાં ટકરાશે.
https://www.instagram.com/p/DBlGnkpIqzF/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અજય દેવગનની આગામી ફિલ્મનું નામ ‘નામ’ છે જે 22 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ રૂંગટા એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બની રહી છે. જેનું નિર્માણ અનિલ રૂંગટા કરી રહ્યા છે. જો કે આ જાહેરાત પહેલા આ ફિલ્મ વિશે કોઈ પણ પ્રકારની માહિતી સામે આવી નથી. રૂંગટા એન્ટરટેઈનમેન્ટે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ફિલ્મ વિશે માહિતી આપી છે. જોકે, આ ફિલ્મની જાહેરાતથી ઘણા લોકોને આશ્ચર્ય થયું છે.
લલનટોપના અહેવાલ મુજબ, અજય દેવગનની ફિલ્મ ‘નામ’ વર્ષ 2006માં રીલિઝ થવાની હતી, પરંતુ કોઈને કોઈ કારણસર આ ફિલ્મ આજ સુધી અટવાયેલી રહી. જો કે આ ફિલ્મની રિલીઝના સમાચાર ઘણી વખત આવી ચૂક્યા છે. વર્ષ 2022માં રૂંગટા એન્ટરટેઈનમેન્ટે આ ફિલ્મના રાઈટ્સ ખરીદ્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગનની સાથે ભૂમિકા ચાવલા અને સમીરા રેડ્ડી છે. આ ફિલ્મ એક મનોવૈજ્ઞાનિક ડ્રામા છે.
હાલમાં લોકો અજય દેવગન સ્ટારર ફિલ્મ ‘સિંઘમ અગેન’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ ફિલ્મ 1 નવેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો તેમાં રણવીર સિંહ, અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર જેવા ઘણા મહાન કલાકારો સામેલ છે. ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાન પણ આ ફિલ્મમાં કેમિયો કરે તેવી શક્યતા છે.