Site icon Gujarat Mirror

રોગચાળો વકર્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ

જામનગર માં રોગચાળો વકરી રહ્યો છે.ખાસ કરીને તાવ, શરદી અને ઉધરસ ના દર્દી ઓ ની જી.જી. હોસ્પિટલમાં ભારે ભીડ રહે છે. દૈનિક 150 થી 200 જેટલા દર્દીઓ સારવારમાં આવી રહ્યા છે. અને આશરે 50 જેટલા દર્દીઓને દાખલ થયા છે.

ઠંડી ગરમ એમ મિશ્રઋતુ ના કારણે જામનગરમાં વાયરલ તાવ, શરદી અને ઉધરસના કેસ વધતા બાળકોમાં વધુ અસર જોવા મળી રહી છે અને જી.જી.હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં 9 વોર્ડ છે. તેમાં દૈનિક 150થી 200 બાળકો તાવ, શરદી અને ઉધરસની સારવાર માટે આવતાં તેમાંથી કેટલાક બાળકોને દાખલ કરવા પડે છે. હાલ બાળકો ના વોર્ડ માં બેડ ભરાઈ ગયા છે. નોર્મલ 4 થી પ દિવસની સારવાર બાદ બાળક સ્વસ્થ થાય છે. તેમાં પણ મોટા ભાગના બે વર્ષથી નાની ઉંમરના બાળકોમાં વધુ અસર જોવા મળે છે. તો મેડીસીન વિભાગમાં દૈનિક 100 થી 125 જેટલા લોકોની ઓપીડી હોય છે. જેમાં મોટા ભાગના દર્દીઓને અસર જ જોવા મળે છે. માત્ર 10 થી 15 જેટલા લોકોને જ સારવાર માટે દાખલ કરવા ની જરૂૂર પડે છે.

મિશ્રઋતુના કારણે હાલ ની સિઝન માં બાળકોમાં વાયરલ તાવ, શરદી અને ઉધરસના કેસ વધુ રહે છે. જેથી વાલીઓએ બાળકોને ભીડભાડવાળી, પ્રદુષણવાળી જગ્યાઓમાં ન લઈ જવા, માસ્ક પહેરાવીને રાખવું, સારો ખોરાક આપવો, જેથી બાળક સ્વસ્થ અને તંદુરસ્ત રહે. તેમ પીડીયાટ્રીક વિભાગના ડોકટર એ જણાવ્યું છે.
મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી અને ઉધરસની બાળકોની ઝડપથી અસર થતી હોય છે. તેથી વાલીઓએ પોતાના બાળકને પ્રથમ સ્ટેજમાં બાળકોના ડોકટરને બતાવીને સારવાર કરાવી લેવી જોઈએ.
જો તેમાં બેદરકારી રાખે તો બાળકને શ્વાસમાં તકલીફ પડતી હોય છે તેમ પણ ડોકટરે ઉમેર્યું હતું.

Exit mobile version