સુપર-8માં શ્રીલંકાને ઘરઆંગણે હરાવી ઇંગ્લેન્ડનો શાનદાર વિજય

ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રનથી હરાવીને તમામને ચોંકાવી દિધા છે. જોફ્રા આર્ચર અને વિલ જેક્સે પોતાની બોલિંગથી તબાહી મચાવી દીધી, જેનાથી શ્રીલંકાના બેટ્સમેન તેની સામે ટકી…

ઇંગ્લેન્ડે શ્રીલંકાને 51 રનથી હરાવીને તમામને ચોંકાવી દિધા છે. જોફ્રા આર્ચર અને વિલ જેક્સે પોતાની બોલિંગથી તબાહી મચાવી દીધી, જેનાથી શ્રીલંકાના બેટ્સમેન તેની સામે ટકી શક્યા નહી. કેપ્ટન દાસુન શનાકા અંત સુધી લડ્યા, પરંતુ ચોક્કસ હાર ટાળી શક્યા નહીં. પલ્લેકેલે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં, ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી અને 146 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ અને 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ટોસ જીત્યા પછી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય શ્રીલંકા માટે મોંઘો સાબિત થયો હતો. શ્રીલંકા હોય કે ઇંગ્લેન્ડ બોલરોએ આખી મેચમાં પ્રભુત્વ જમાવ્યું, જેના પરિણામે બંને ઇનિંગ્સમાં કુલ 19 વિકેટ પડી ગઈ. શરૂૂઆતમાં, વિલ જેક્સ અને જોફ્રા આર્ચરે શ્રીલંકાને સતત ઝટકા આપ્યા, જેમાંથી તેઓ બહાર આવી શક્યા નહીં.
જોફ્રા આર્ચર અને વિલ જેક્સના શરૂૂઆતના સ્પેલ એટલા વિનાશક હતા કે શ્રીલંકાએ માત્ર 34 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી. કેપ્ટન દાસુન શનાકે લડાઈ ચાલુ રાખી, 24 બોલમાં લડાયક 30 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમને વિજય તરફ દોરી શક્યો નહીં. તેને બીજા છેડેથી સહયોગનો અભાવ હતો. ઇંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે બે વિકેટ લીધી, જ્યારે વિલ જેક્સ ત્રણ વિકેટ સાથે સૌથી સફળ બોલર રહ્યો. આદિલ રશીદ અને લિયામ ડોસનએ પણ બે-બે વિકેટ લીધી. જેમી ઓવરટન પણ એક વિકેટ મેળવી શક્યા.

પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે 20 ઓવરમાં નવ વિકેટે 146 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકા 16.4 ઓવરમાં 95 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ ઇંગ્લેન્ડે શ્રીલંકા સામે સતત 12મી T20I જીત નોંધાવી.