ગુજરાતની 3 બેઠકો માટે 24 મીએ ચૂંટણી, તા.6 મેના રોજ જાહેરનામું

ચિતરીયા, અસ્તાન અને દહેગામડાના ઉમેદવારનું નિધન થતાં ફરી ચૂંટણી થશે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી સંગ્રામનું આજે પરિણામ છે. પરંતું ચૂંટણી દરમિયાન જ કેટલીક બેઠકો પર…

ચિતરીયા, અસ્તાન અને દહેગામડાના ઉમેદવારનું નિધન થતાં ફરી ચૂંટણી થશે

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી સંગ્રામનું આજે પરિણામ છે. પરંતું ચૂંટણી દરમિયાન જ કેટલીક બેઠકો પર ઉમેદવારોના નિધન થયા હતા, જેને કારણે ચૂંટણીમાં અડચણ આવીહતી. ત્યારે આ બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા ફરીથી ચૂંટણી જાહેર કરવામાં આવી છે.

6 મે નોટિફિકેશન જાહેર થશે, 11 મે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ, 12 મે ઉમેદવારી ફોર્મ ચકાસણી, 13 મે ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ, 24 મે યોજાશે મતદાન,26 મે મતગણતરી હાથ ધરાશે.
સાબરકાંઠાનાવિજયનગર તાલુકા પંચાયતની ચીતરીયા બેઠક પર ભાજપ ઉમેદવાર લીનાબેન લક્ષ્મણભાઈ નિનામાનું અવસાન થયું હતું. તેઓ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. લીનાબેન ભારતીય જનતા પાર્ટીના વિસ્તારમાં મજબૂત મહિલા આગેવાન હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક ગંભીર બીમારીને લઈને તેમની તબિયત લથડી હતી. તબિયત લથડતા ભિલોડાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ કારણે તાલુકા પંચાયતની ચીતરીયા બેઠકની ચુંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતમાં અસ્તાન બેઠક પર કોંગ્રેસમાંથી ધર્મેશ રાઠોડે ઉમેદવારી નોંધાવી હતી. પરંતું ધર્મેશ રાઠોડનું ટૂંકી માંદગી બાદ ચૂંટણી દરમિયન જ નિધન થયું હતું. આ કારણે અસ્તાન બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. જ્યારે અમદાવાદના બાવળા તાલુકા પંચાયતની દહેગામડા બેઠકમાં ભાજપના જશીબેન ડાભીનું નિધન થતાં ચૂંટણી મોકુફ રાખવામાં આવી હતી.