ગુજરાત મિરર રાજકોટ,તા.17
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે સાંજે એક મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરો તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
આ બેઠકનો મુખ્ય હેતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે, જેથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી, પારદર્શક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ શકે. કલેક્ટરો સાથેની આ બેઠકમાં સુરક્ષાને લગતા વિવિધ પાસાઓ પર ગહન સમીક્ષા કરવામાં આવશે.
મથકો, પ્રિન્ટિગ પ્રેસ, મતગણતરી સ્થળ અને સ્ટ્રોંગ રૂૂમ ખાતે સઘન પોલીસ બંદોબસ્ત અને પોલીસ ફોર્સનું ડિપ્લોયમેન્ટ. અમેસંવેદન અને અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ સતર્કતા અને ચાંપતો બંદોબસ્ત. આદર્શ આચાર સંહિતાનું કડક પાલન તેમજ અનધિકૃત નાણાં, શરાબ અને હથિયારો વગેરેની સઘન તપાસ અને જપ્તીની કાર્યવાહી. ઈવીએમ મશીનોની હેરફેર અને સંગ્રહ માટે ચુસ્ત સુરક્ષાની સમિક્ષા કરવામાં આવશે
મતદાન દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટેની આગોતરી વ્યૂહરચના અને જિલ્લા સ્તરે થયેલી તૈયારીઓની સમીક્ષા.આ મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સનું નેતૃત્વ રાજ્ય ચૂંટણી આયોગના કમિશનર ડો. એસ. મુરલીકૃષ્ણ અને તેમના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે, જેમાં તેઓ જિલ્લા વહીવટી તંત્રને જરૂૂરી માર્ગદર્શન પૂરા પાડશે.
ચૂંટણી આયોગ દ્વારા રાજ્યના તમામ કલેક્ટરો સાથે સાંજે વીડિયો કોન્ફરન્સ

