કાલાવડના છાપરા ગામે રસોઈ બનાવતાં વૃધ્ધા દાઝયા; બચાવવા જતાં પતિ પણ બળ્યા

રાત્રીનાં ગેસનું બટન બંધ કરવાનું ભૂલી ગયા બાદ સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતી વખતે આગ ભભૂકી ઉઠી’તી   કાલાવડ તાલુકાના છાપરા ગામે રસોઈ બનાવતી વખતે…

રાત્રીનાં ગેસનું બટન બંધ કરવાનું ભૂલી ગયા બાદ સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતી વખતે આગ ભભૂકી ઉઠી’તી

 

કાલાવડ તાલુકાના છાપરા ગામે રસોઈ બનાવતી વખતે ગેસમાં આગ ભભૂકી ઉઠતાં વૃધ્ધા દાઝયા હતાં. વૃધ્ધાને બચાવવા જતાં પતિ પણ દાઝી ગયા હતાં. ગંભીર રીતે દાજી ગયેલા વૃધ્ધ દંપતિને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. રાત્રીના ગેસનું બટન બંધ કરવાનું ભૂલી ગયા બાદ વૃધ્ધાએ સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતાં આગ ભભૂકી ઉઠી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કાલાવડના છાપરા ગામે રહેતાં જયાબેન નરશીભાઈ બાબરીયા (ઉ.65) સવારના ગેસના ચુલા ઉપર રસોઈ બનાવતાં હતાં. ત્યારે અકસ્માતે આગ ભભૂકી ઉઠતાં જયાબેન દાઝી ગયા હતાં. જયાબેનને બચાવવા જતાં પતિ નરશીભાઈ બાબરીયા (ઉ.70) પણ દાઝયા હતાં. દાઝી ગયેલા વૃધ્ધ દંપતિને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાથમિક તપાસમાં જયાબેન બાબરીયા રાત્રીનાં ગેસનું બટન બંધ કરવાનું ભુલી ગયા હતાં અને સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતી વખતે આગ ભભૂકી ઉઠતાં દંપતિ દાઝયું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કાલાવડ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.