Site icon Gujarat Mirror

લાઇટ બિલ ભરવા જતાં વૃદ્ધનું બાઇક અકસ્માતમાં કરુણ મોત

 

જસદણના ભાડલા ગામે રહેતા વૃદ્ધ પત્નીને ઉતારી લાઈટ બિલ ભરવા જતા હતા. ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા બાઈક ચાલકે વૃદ્ધના બાઈકને ઠોકરે ચડાવ્યું હતું. જે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઇક ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જસદણના ભાડલા ગામે રહેતા ભીમાભાઇ ભાણાભાઈ લીંબાસીયા નામના 72 વર્ષના વૃદ્ધ સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને ભાડલા વીરપર રોડ પર જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા બાઇમ ચાલકે ભીમાભાઇ લીંબાસીયાના બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે અજાણ્યા બાઇક ચાલકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબે ભીમાભાઇ લીબાસીયાને મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં ભીમાભાઇ લીંબાસીયા બે ભાઈમાં નાના હતા અને તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે ભીમાભાઇ લીંબાસીયા પોતાની પત્ની સવિતાબેનને બાજુની વાડીએ ઉતારી ગામમાં લાઈટ બિલ ભરવા જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા બાઈક ચાલકે ભીમાભાઇ લીંબસીયાના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version