ગુજરાત
ઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાત
જામનગર નજીક ઢીંચડામાં રહેતા એક બુઝુર્ગે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીકથી ઢીંચડા ગામમાં રહેતા જેઠાભાઈ કુંભાભાઇ પિંગળ નામના 67 વર્ષ ના બુઝુર્ગ કે જેઓએ ગઈકાલે સવારે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતાં બેશુંદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ટૂંકી સારવાર બાદ તેઓનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર પાલજીભાઈ જેઠાભાઈ એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એ.એસ.આઇ. એચ. કે. ચાવડા જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.