ગુજરાત
પૂરપાટ ઝડપે આવતા વાહનથી બચવા વૃદ્ધે પીછેહઠ કરતા ખાડામાં પટકાયા : મોત
માણાવદરના કનકપરામાં બનેલી ઘટના : વૃદ્ધે સારવારમાં દમ તોડ્યો
માણાવદરના કનકપરામાં રહેતા વૃદ્ધ ગામમાં બસસ્ટેશન પાસે ઉભા હતા ત્યારે પુરપાટ ઝડપી ધસી આવેલા વાહનને જોઈ વૃદ્ધે પીછેહઠ કરતા પાછળ ખાડામાં પટકાયા હતાં. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માણાવદરના કનકપરામાં રહેતા મેણંદભાઈ બાવાભાઈ સોલંકી નામના 71 વર્ષના વૃદ્ધ સવારના 11 વાગ્યાના અરસામાં કનકપરા ગામના બસસ્ટેશન નજીક ઉભા હતા ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા વાહનને જોઈ મેણંદભાઈસોલંકી પાછળ હટી રહ્યા હતા. તે દરમિયાન અકસ્માતે રોડના કાંઠે આવેલા ખાડામાં પટકાયા હતાં. ગંભીર રીતેઘવાયેલા વૃદ્ધને તાત્કાલીક સારવારમાટે જૂનાગઢ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં વૃદ્ધનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.