ગુજરાત

જામનગરમાં ચાલુ બાઇકે ચક્કર આવતા પડી જતાં વૃદ્ધનું મોત

Published

on

જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અને મૂળ લાલપુર તાલુકાના બાધલા ગામના એક પટેલ બુજુર્ગનું ગઈકાલે અચાનક ચાલુ બાઇકમાં ચક્કર આવીને નીચે પટકાઈ પડ્યા પછી તેઓનું મૃત્યુ નીપજયું છે. જે મામલે લાલપુર પોલીસ તપાસ ચલાવે છે.


આ બનાવની વિગત એવી છે કે મૂળ લાલપુર તાલુકા ના બાધલા ગામના વતની અને હાલ જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા રમેશભાઈ ગોરધનભાઈ કથીરિયા નામના 62 વર્ષના પટેલ બુઝુર્ગ કે જેઓ ગઈકાલે પોતાના જ કુટુંબી અને મિત્ર એવા રમેશભાઈ સવજીભાઈ ગલાણી સાથે બાઈકમાં પાછળ બેસીને જામનગર થી પોતાના વતન બાધલા ગામે ગયા હતા, અને ત્યાંથી જામનગર પરત ફરી રહ્યા હતા.
જે દરમિયાન પીપરટોડા ગામ પાસે પહોંચતાં રમેશભાઈ કથીરીયા ને એકાએક ચક્કર આવી ગયા હતા, અને બાઈક પરથી નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓ બેશુદ્ધ બની જતાં તુરત જ 108 ની ટીમને સ્થળ ઉપર બોલાવી લેવામાં આવી હતી, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકની સાથે બાઈક ચલાવી રહેલા રમેશભાઈ સવજીભાઈ ગલાણીએ પોલીસને જાણ કરતાં લાલપુરના પ્રોબેશનલ પીએસઆઇ એ.જી. જાડેજાએ જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version