Site icon Gujarat Mirror

ફૂટબોલના ચાહક વૃધ્ધનું ચાલુ મેચે એટેકથી મોત

જર્મનીમાં ફૂટબોલ લીગ દરમિયાન ઘટના

જર્મનીમાં આયન્ટ્રાક્ટ ફ્રેન્કફર્ટ નામની ફૂટબોલ ટીમના 87 વર્ષની ઉંમરના ચાહકનું સ્ટેડિયમમાં મેચ દરમ્યાન હૃદયરોગનો હુમલો આવ્યા બાદ અવસાન થયું હતું. તેમને હાર્ટ-અટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ વયોવૃદ્ધનું નામ જાહેર નહોતું કરવામાં આવ્યું. તેઓ વર્ષોથી સીઝન ટિકિટ લઈને જર્મન બન્ડસલીગા ટૂર્નામેન્ટની મેચો જોવા આવતા હતા અને ફ્રેન્કફર્ટ તથા કોલન વચ્ચેની મેચમાં સેક્નડ હાફ દરમ્યાન તેમને હૃદયની તકલીફ ઊભી થતાં મેડિકલ ટીમને તાબડતોબ બોલાવવામાં આવી હતી. તેમની સારવાર ચાલી રહી હતી અને તેમને ભાનમાં લાવવાની કોશિશ થઈ રહી હતી ત્યારે આખું સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો, કારણકે વાયુવેગે સૌને આ ઘટનાની જાણ થઈ ગઈ હતી. તેઓ ત્યારે તો હજી ભાનમાં હતા, પણ કમનસીબે હોસ્પિટલમાં તેમની તબિયત વધુ બગડી હતી અને પછીથી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Exit mobile version