Site icon Gujarat Mirror

ચોટીલાના સુરજ દેવળમા મિલ્કત મુદે યુવાન ઉપર મોટાભાઇનો હુમલો

oplus_2097152

ચોટીલા તાલુકાનાં સુરજ દેવળ ગામે વાડીનાં ભાગ મુદે ચાલતી અદાવતનો ખાર રાખી યુવાન પર મોટાભાઇએ ધારીયા વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ચોટીલાનાં સુરજ દેવળ ગામે રહેતા ગોવીંદભાઇ ભનુભાઇ માથાસુરીયા નામનો 40 વર્ષનો યુવાન સવારનાં નવેક વાગ્યાનાં અરસામા પોતાની વાડીએ હતો. ત્યારે વાડીનાં ભાગ મુદે ચાલતી અદાવતનો ખાર રાખી મોટાભાઇ વીનોદ માથાસુરીયાએ ધારીયા વડે માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલમા દાખલ કરાયો હતો. આ બનાવ અંગે ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version