ગોંડલ આઇકોનીક લોકમેળા હત્યા કેસ: મુખ્ય હુમલાખોર રાહુલ ડોડિયા સહિત 8 ઝડપાયા બાદ પોલીસે ઘટનાસ્થળે રીક્ધસ્ટ્રક્શન કર્યું હતું. ગોંડલના આઇકોનીક લોકમેળા દરમિયાન થયેલી ચકચારી હત્યા કેસમાં પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ રૂૂરલ એલસીબી અને ગોંડલ અ-ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મુખ્ય હુમલાખોર સહિત કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે.
ઘટનાની ગંભીરતાને જોઈને ગોંડલ ઇ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI અને અ-ડિવિઝનના ઇન્ચાર્જ PI જી.એસ. ગઢવી તથા અ-ડિવિઝનના PSI વી.કે. સુરાણીએ લોકમેળામાં જ પાછળ દોટ મૂકીને મુખ્ય હુમલાખોર રાહુલ રાજુ ડોડિયાને ઝડપી પાડ્યો હતો. બાદમાં આ ઘટનામાં સામેલ રાહુલ રાજુ ડોડિયા (મુખ્ય હુમલાખોર), સમીર અકબર સુમરા (રહે. વોરા કોટડા રોડ, ગોંડલ), અલ્ફાજ રફીક શેખ (રહે. વોરા કોટડા રોડ, ગોંડલ), નવાજ ઈરફાન દોઢિયા (રહે. વોરા કોટડા રોડ, ગોંડલ), અસફાખ મજીદ જુનેજા (રહે. વોરા કોટડા રોડ, ગોંડલ), કાયદાના સંઘર્ષમાં આવેલ અન્ય 3 સગીરને ઝડપી લીધા હતા. આ સાથે જ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપી મિલન જોટંગિયાને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જ IG નિરલિપ્ત રાય, રાજકોટ જિલ્લા SP વિજયસિંહ ગુર્જર અને DYSP કે.જી. ઝાલાની સૂચના અન્વયે રાજકોટ રૂૂરલ LCB PI જે.પી. રાવ અને ગોંડલ અ-ડિવિઝન ઇન્ચાર્જ PI જી.એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ સંયુક્ત ઓપરેશન પાર પાડીને ગુનામાં સંડોવાયેલા શખ્સોને સકંજામાં લીધા છે.
ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આઇકોનીક લોકમેળાના ઘટનાસ્થળે મુખ્ય આરોપીઓ સહિત 5 આરોપીઓનું ઘટનાસ્થળે રીક્ધસ્ટ્રક્શન કર્યું હતું, જેથી ગુનાની સાચી કડીઓ મેળવી શકાય. ફરાર મિલન જોટંગિયાની ધરપકડ બાદ આ કેસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
