ફિફા વર્લ્ડ કપમાં ઇજિપ્તે 92 વર્ષ બાદ જીત મેળવી

ન્યૂઝીલેન્ડને 3-1થી હરાવી ઇતિહાસ રચ્યો ઇઝરાયલ અને પેલિસ્ટીનની પાડોશમાં આવેલા તેમ જ આરબ વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા ઇજિપ્ત દેશે ગઇકાલે ફિફા વર્લ્ડ કપમાં પોતાનો નવો…

ન્યૂઝીલેન્ડને 3-1થી હરાવી ઇતિહાસ રચ્યો

ઇઝરાયલ અને પેલિસ્ટીનની પાડોશમાં આવેલા તેમ જ આરબ વિશ્વના સૌથી વધુ વસ્તીવાળા ઇજિપ્ત દેશે ગઇકાલે ફિફા વર્લ્ડ કપમાં પોતાનો નવો ઇતિહાસ રચ્યો હતો. ઇજિપ્તે 1934માં (92 વર્ષ પહેલાં) ફિફા વર્લ્ડ કપમાં ડેબ્યૂ કર્યું હતું, પરંતુ અત્યાર સુધી એની કોઈ પણ ટીમ વર્લ્ડ કપમાં એક પણ મેચ નહોતી જીતી શકી. જોકે ગઇકાલે ઇજિપ્તે વર્લ્ડ કપમાં પહેલી વખત વિજય માણ્યો હતો. ઈજિપ્તે ન્યૂ ઝીલેન્ડને 3-1થી હરાવીને ગ્રૂપ-જીમાં ચાર પોઇન્ટ સાથે મોખરાનું સ્થાન મેળવ્યું હતું.

આ ગ્રૂપમાં ઈરાન અને બેલ્જિયમ બે-બે પોઇન્ટ સાથે અનુક્રમે બીજા-ત્રીજા સ્થાને છે ન્યૂ ઝીલેન્ડનો ચોથો ક્રમ છે. મેચની ચોથી જ મિનિટમાં ન્યૂ ઝીલેન્ડના સરમેને ગોલ કરીને ન્યૂ ઝીલેન્ડને 1-0થી સરસાઈ અપાવી હતી. ત્યાર બાદ ફર્સ્ટ હાફમાં બીજો એક પણ ગોલ નહોતો થયો. જો કે સેક્ધડ હાફમાં ઇજિપ્તએ જોરદાર કમબેક કરીને ત્રણ ગોલ કર્યા હતા. 58મી મિનિટમાં મોસ્તફા ઝિકોએ સ્કોર બરાબરીમાં લાવતો પ્રથમ ગોલ કર્યો હતો, જ્યારે 67મી મિનિટમાં મોહમ્મદ સાલાહએ ગોલ કરીને ઇજિપ્તને 2-1થી સરસાઈ અપાવી હતી. 82મી મિનિટમાં ટ્રિઝેગ્વેટે ગોલ કર્યો હતો અને ઇજિપ્તના ખેલાડીઓ 3-1ના વિજયી સ્કોર સાથે પાછા આવ્યા હતા.