વસતી ગણતરીની કામગીરીમાં જરૂરી ડિઝિટલ સાધનો ઉપલબ્ધ કરવા શિક્ષણ સંઘની માંગ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ તરફથી જિલ્લા કલેક્ટરશ્રીને વસ્તી ગણતરી-2026/27 ની કામગીરી દરમિયાન ઉભી થયેલી ટેકનિકલ સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.…

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ તરફથી જિલ્લા કલેક્ટરશ્રીને વસ્તી ગણતરી-2026/27 ની કામગીરી દરમિયાન ઉભી થયેલી ટેકનિકલ સમસ્યાઓ અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.

મહિલા ઉપાધ્યક્ષ પાઠક કવિતાબેન તથા મહિલા મંત્રી હેતલબેન ઉપાધ્યાય અને પ્રીતિબેન દાણીધારિયા દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ ભારત સરકાર દ્વારા હાથ ધરાનારી વસ્તી ગણતરી-2026 ની કામગીરી સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી થનાર છે. તાલીમ દરમિયાન જણાવ્યા મુજબ Census Mobile આા માત્ર Android Version 12.0 અથવા તેનાથી ઉપરના વર્ઝન ધરાવતા સ્માર્ટફોનમાં જ કાર્યરત બને છે. પરિણામે જૂના મોબાઇલ ધરાવતા અનેક કર્મચારીઓ માટે એપ્લિકેશન ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવી શક્ય બની રહી નથી.

રજુઆતમાં જણાવાયું છે કે અંદાજે 20 ટકા જેટલા કર્મચારીઓ પાસે જૂના મોડલના મોબાઇલ ફોન છે, જેથી તેઓ વસ્તી ગણતરીની કામગીરીમાં ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તમામ કર્મચારીઓ માટે તાત્કાલિક નવો સ્માર્ટફોન ખરીદવો આર્થિક રીતે શક્ય ન હોવાથી સરકાર દ્વારા જરૂૂરી ડિજિટલ સાધનો ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી છે.

સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેમના પાસે યોગ્ય સ્માર્ટફોન ઉપલબ્ધ નથી અથવા Android 12 થી નીચું વર્ઝન ધરાવતા મોબાઇલ છે, તેવા કર્મચારીઓને સરકારશ્રી તરફથી સ્માર્ટફોન અથવા ટેબલેટ ફાળવવામાં આવે. ઉપરાંત Census Mobile App માં જરૂૂરી તકનિકી સુધારા કરી અક્ષમજ્ઞિશમ 12 થી નીચા વર્ઝન ધરાવતા મોબાઇલમાં પણ એપ કાર્યરત બને તે માટે User Friendly Version તૈયાર કરવામાં આવે તેમજ વેબ પોર્ટલ દ્વારા કામગીરી કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

આ સાથે જ જ્યાં સુધી જરૂૂરી ડિજિટલ સાધનો ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક રીતે પેપર શિડ્યૂલ દ્વારા કામગીરી કરવાની મંજૂરી આપવા પણ રજૂઆત કરવામાં આવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જિલ્લા રાજકોટ દ્વારા જણાવાયું છે કે સરકારશ્રી સમયસર હકારાત્મક નિર્ણય લેશે તો રાષ્ટ્રીય મહત્વની વસ્તી ગણતરીની કામગીરી કોઈ અવરોધ વિના સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકશે.