રાષ્ટ્રીય

મોદીના વચનનું પાલન કરશે ઇડી: પોન્ઝી સ્કીમના રોકાણકારોને પૈસા પાછા અપાવશે

Published

on

EDએટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોન્ઝી કૌભાંડનો ભોગ બનેલા લાખો રોકાણકારોને પૈસા પરત કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ છે કે તેની શરૂૂઆત પણ કરી દેવામાં આવી છે, જેના કારણે 6 હજાર કરોડ રૂૂપિયાથી વધુની અટેચ્ડ એસેટ્સ વેચવાની પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે સુપ્રીમ કોર્ટ અને આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પણ ગરીબ રોકાણકારોને ગુનાની રકમ પરત કરવાની તરફેણ કરી હતી.


ખાસ વાત એ છે કે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ કાયદામાં ફેરફારની શક્યતાઓ શોધી રહ્યા છે, જેથી છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારો અટેચ કરેલી સંપત્તિનો ઉપયોગ કરીને તેમના પૈસા પાછા મેળવી શકે.


એગ્રી ગોલ્ડ પોન્ઝી કૌભાંડના 32 લાખ પીડિતોને પૈસા પરત કરવા માટે રૂૂ. 6,000 કરોડથી વધુની અટેચ કરેલી સંપત્તિ વેચવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે જ, EDએગ્રી ગોલ્ડ કંપની અને તેના પ્રમોટરો વિરુદ્ધ હૈદરાબાદની ઙખકઅ કોર્ટમાં ગઈ હતી. એજન્સીએ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ઓડિશામાં અટેચ કરેલી મિલકતોના નિકાલની માંગ કરી હતી.


રિપોર્ટ અનુસાર, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, ઇડી દ્વારા જે પ્રોપર્ટીના સંદર્ભમાં અરજી કરવામાં આવી છે તેમાં 2310 રહેણાંક અને કોમર્શિયલ પ્લોટ, એપાર્ટમેન્ટ્સ, એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ થાય છે. એટેચ કરાયેલી 2310 મિલકતોમાંથી 2254 આંધ્રપ્રદેશમાં, 43 તેલંગાણામાં, 11 કર્ણાટકમાં અને 2 ઓડિશામાં છે. અગાઉ, આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે APPPDFE એક્ટ હેઠળ CID દ્વારા અટેચ કરેલી મિલકતોને પરત કરવાની મંજૂરી આપી હતી.


એગ્રી ગોલ્ડ સ્કીમના એજન્ટોએ 32 લાખ ગ્રાહકો પાસેથી રૂૂ. 6 હજાર 400 કરોડથી વધુની વસૂલાત કરી હતી. આંધ્રપ્રદેશ સીઆઈડીએ અગાઉ પણ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો અને માંગણી કરી હતી કે ઈડીએ અટેચ કરેલી મિલકતોની નોંધણી કરવામાં આવે, જેથી પીડિતોમાં પૈસા વહેંચી શકાય.


ઊઉએ એગ્રી ગોલ્ડ ગ્રૂપ અને તેના પ્રમોટર એવા વેંકટ રામા રાવ, તેમના પરિવારના સભ્યો એવા વેંકટ સેશુ નારાયણ અને અવા હેમા સુંદર વરા પ્રસાદની ડિસેમ્બર 2020માં ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version