ગીરગઢડા નજીક ડમ્પિંગ યાર્ડ બન્યું મોતનું કૂંડાળું, વધુ એક ઘાયલ સિંહનું રેસ્ક્યૂ

ગીરના જંગલના રાજાના મોતનું કારણ બની રહેલા ડમ્પિંગ યાર્ડ વધુ એક સિંહને ભરખી લે તે પહેલા રેસ્કયુ કરાયાંનું બહાર આવ્યું છે. ગીરગઢડા નજીકના ડમ્પિંગ યાર્ડ…

ગીરના જંગલના રાજાના મોતનું કારણ બની રહેલા ડમ્પિંગ યાર્ડ વધુ એક સિંહને ભરખી લે તે પહેલા રેસ્કયુ કરાયાંનું બહાર આવ્યું છે. ગીરગઢડા નજીકના ડમ્પિંગ યાર્ડ પાછળથી વધુ એક ઘાયલ સિંહનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

બીજી તરફ ડમ્પિંગ યાર્ડ નજીક પડેલા મરેલા મારણ હજુ સુધી વન વિભાગે ન ઉઠાવતા વન્યપ્રેમી જનતાનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે. વન વિભાગના સ્થાનિક અને ઉચ્ચ અધિકારીઓની પારદર્શક કામગીરી સામે મોટા સવાલો ઉઠ્યા છે.

ગીરગઢડા-બાબરીયા નજીક આવેલા ડમ્પિંગ યાર્ડ પાછળથી એક સિંહને ઘાયલ અવસ્થામાં ઝડપી પાડી સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખસેડાયો છે.વન વિભાગે આખી રાત્રિ દરમિયાન રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું, પરંતુ વિડંબના એ છે કે જે ડમ્પિંગ યાર્ડ સિંહો માટે મોતનું કૂંડાળું બની ગયું છે, ત્યાં પડેલા મરેલા પશુ ઓના મૃતદેહને દૂર કરવા વન વિભાગ પાસે ફુરસદ નથી. સ્થાનિક વન્ય પ્રેમીઓનો આક્ષેપ છેક ેસિંહોમાં બીમારીનો મોટો ભાગ ઇતરડીનો શિકાર ગીરગઢડા બાબરીયા નજીકના આ ડમ્પિંગ યાર્ડના કારણે બની રહ્યો છે.

આ બાબતે જશાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર કુલદીપ ચૌહાણે જણાવ્યું કે, એક સિંહને સામાન્ય ઈજા હોવાથી રેસ્ક્યૂ કરી એનિમલ કેર સેન્ટરમાં સારવારઅર્થેખસેડવા માં આવ્યો છે.પરંતુ જ્યારે તેમની પાસે ઘાયલ સિંહની સ્થિતિ અંગે ફોટોગ્રાફ માંગવામાં આવ્યાત્યારે તેમણે સ્પષ્ટ ઇન્કાર કરી દીધો. છઋઘના આ ઇન્કારથી સિંહની વાસ્તવિક સ્થિતિ અંગે લોકોમાં શંકાની સોય ઉઠી છે.

વન્યપ્રેમીઓ પૂછી રહ્યા છે કે જો સિંહને સામાન્ય ઈજા છે તો ફોટો આપવામાં વાંધો શું છે? શું તંત્ર કંઈકછુપાવી રહ્યું છે? વન વિભાગે જણાવ્યું કે હાલ જશાધાર રેન્જના સિંહો ને સુરક્ષિત કરવા માટે સ્કેનિંગની કામગીરી અને રસી કરણ યુદ્ધના ધોરણે કરાઈ રહ્યું છે.

આ વિસ્તારમાં એક સો થી વધુ ગીરના રાજાઓની અવરજવર રહેતી હોવા થી બાકી રહેલા સિંહોને રોગથી બચાવવા માટે ખાસ અભિયાન શરૂૂ રાખ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જ્યાં સુધી ડમ્પિંગ યાર્ડમાં મરેલા મારણ પડ્યા રહેશે, ત્યાં સુધી રસીકરણ થી શું ફાયદો? રોગનું મૂળ જ ડમ્પિંગ યાર્ડ છે તેને બંધ કરવા કે સાફ કરવા માટે વન વિભાગ પાસે કોઈ નક્કર યોજના કેમ નથી.