ગુજરાત

અમદાવાદમાં નશાખોર કારચાલકો બેફામ, નરોડા પાસે કાર અડફેટે બે યુવાનોનાં મોત

Published

on

અમદાવાદમાં વધુ એક નશાખોર કાર ચાલકે અકસ્માત સર્જી દિલો છે જેમાં બે યુવાનોના મોત થયા છે. અમદાવાદમાં નશાખોર કાર ચાલકો બેફામ બની રહયા છે. અમદાવાદ નજીક દહેગામ-નરોડા હાઇવે ઉપર એણાસણ નજીક આ બનાવ બન્યો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી બાઇક લઇને જતા બે યુવાનોને નશાખોર કાર ચાલકે ઠોકરે ચડાવી દેતા બન્નેના મોત થયા હતા. પોલીસે નશાખોર કાર ચાલકની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ દહેગામ-નરોડા હાઇવે પસાર થતા 2 બાઇક પર સવાર યુવાનોને પૂરપાટ ઝડપે આવતી ગાડીએ સામેની તરફથી ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતાં બાઈક પર સવાર 2 યુવાનના મોત થયા હતા. ત્યારે અકસ્માતની ઘટનાનાં CCTV સામે આવ્યા હતા. જેમાં કાર ચાલક દારૂૂના નશાના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.


બાઇક પર સવાર યુવાનોની તપાસ કરતા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડનું નામ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે નશામાં ધૂત કાર ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં વારંવાર બનતી આવી ઘટનાઓને લઇ શહેરીજનોમાં રોષ ફાટી નિકળ્યો છે. તથા આવી ઘટનામાંઓમાં આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version