Site icon Gujarat Mirror

ગોંડલના ગુંદાળા નજીક બાઈક અકસ્માતમાં ચાલકનું મોત

oplus_262144

કરમાર પીપળિયાનો યુવાન મધરાત્રે આંટો મારવા નીકળતાં કાળ ખેંચી ગયો; પરિવારમાં શોક

કોટડાસાંગાણીના કરમાર પીપળીયા ગામે રહેતો યુવાન રાત્રીના સમયે બાઈક લઈને આંટો મારવા નીકળ્યો હતો. તે દરમિયાન ગોંડલના ગુંદાળા પાસે યુવકનું બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, કોટડાસાંગાણી તાલુકાના કરમાર પીપળીયા ગામે રહેતો રાહુલ વિનુભાઈ પરમાર નામનો 20 વર્ષનો યુવાન રાત્રીનાં પોતાનું બાઈક લઈ ગોંડલના ગુંદાળા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રાહુલ પરમારે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. જે બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પુછપરછમાં મૃતક રાહુલ પરમાર રાત્રીના સમયે પોતાનું બાઈક લઈ આંટો મારવા નીકળ્યો હતો
ત્યારે બાઈક સ્લીપ થતાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version