જાતે વૈદુ ન કરો: પેઇનકિલર્સ, એન્ટી-બાયોટિક્સ સામે ચેતવણી

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ના ન્યૂ ડ્રગ્સ ડિવિઝને દુખાવાની દવાઓ (NSAIDs) અને એન્ટિબાયોટિક્સના અંધાધૂંધ ઉપયોગ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે…

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)ના ન્યૂ ડ્રગ્સ ડિવિઝને દુખાવાની દવાઓ (NSAIDs) અને એન્ટિબાયોટિક્સના અંધાધૂંધ ઉપયોગ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે NSAIDs અને એન્ટિબાયોટિક્સ સહિત તમામ દવાઓના આયાત, ઉત્પાદન, વેચાણ અને વિતરણને ડ્રગ્સ ઍન્ડ કોસ્મેટિક્સ ઍક્ટ, 1940 અને તેના હેઠળ બનાવવામાં આવેલા નિયમો અનુસાર નિયંત્રિત કરવામાં આવે છે.
સરકારના જણાવ્યા અનુસાર, NSAIDs અને એન્ટિબાયોટિક્સ સહિત તમામ દવાઓનું વેચાણ અને વિતરણ દેશમાં માત્ર રજિસ્ટર્ડ તબીબી વ્યાવસાયિક (ડોક્ટર) અથવા નિષ્ણાતની સલાહ પર જ થવું જોઈએ. દવાઓના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, NSAIDs અને એન્ટિબાયોટિક્સ સહિતની ઘણી દવાઓને ડ્રગ્સ રૂૂલ્સ, 1945 હેઠળ રાખવામાં આવી છે. આ માટે યોગ્ય તબીબી દેખરેખ જરૂૂરી છે.

CDSCO મુજબ, આવી દવાઓ પર ડ્રગ્સ રૂૂલ્સ, 1945ના નિયમ 97 અનુસાર નિર્ધારિત ચેતવણી, સાવચેતીઓ અને વેચાણની શરતો પણ દર્શાવવી જરૂૂરી છે. પરિપત્ર અનુસાર, મોટાભાગની પેઇનકિલર દવાઓને ડ્રગ્સ રૂૂલ્સ, 1945ની અનુસૂચિ ઇંમાં સામેલ કરવામાં આવી છે. તેથી રજિસ્ટર્ડ તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર તેને રિટેલ સ્તરે વેચી શકાય નહીં. તેવી જ રીતે, મોટાભાગની એન્ટિબાયોટિક દવાઓ અનુસૂચિ ઇં1માં સામેલ છે. તેમના પર એ ચેતવણી લખવી જરૂૂરી છે કે તબીબી સલાહ મુજબના ઉપયોગ સિવાય આ દવાઓનું સેવન જોખમી હોઈ શકે છે. સાથે જ, રજિસ્ટર્ડ તબીબના પ્રિસ્ક્રિપ્શન વગર તેને રિટેલ સ્તરે ન વેચવી જોઈએ.

સરકારે જણાવ્યું કે આ દવાઓનો ઉપયોગ ત્યારે જ કરવો જોઈએ, જ્યારે તબીબી રીતે તેની જરૂૂરિયાત હોય. દવાની યોગ્ય માત્રા (ડોઝ) અને યોગ્ય સમયગાળાનું પણ ધ્યાન રાખવું જોઈએ અને તેનો ઉપયોગ રજિસ્ટર્ડ તબીબી વ્યાવસાયિકની દેખરેખ હેઠળ થવો જોઈએ.

હેલ્થ પ્રોફેશનલ્સને પેઇનકિલર દવાઓ અને એન્ટિબાયોટિક્સ ત્યારે જ લખવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે તબીબી રીતે તેની જરૂૂર હોય. દવા લખતી વખતે દર્દીની સ્થિતિ, ઉંમર, અન્ય બીમારીઓ, સાથે ચાલી રહેલી દવાઓ અને સંબંધિત જોખમોને ધ્યાનમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે.

સામાન્ય લોકો માટે સૂચનાઓ
સરકારે સામાન્ય લોકોને સલાહ આપી છે કે તબીબી સલાહ વિના પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સનો મનસ્વી રીતે, વારંવાર અથવા લાંબા સમય સુધી ઉપયોગ ન કરવો. એન્ટિબાયોટિક્સનો ઉપયોગ જાતે સારવાર (સેલ્ફ-મેડિકેશન) કરવા માટે ન કરવો જોઈએ. એવી પરિસ્થિતિઓમાં પણ તેનો ઉપયોગ ન થવો જોઈએ, જ્યાં તબીબી રીતે એન્ટિબાયોટિકની જરૂૂર નથી. જેમાં મોટાભાગે સામાન્ય વાયરલ ઇન્ફેક્શનનો સમાવેશ થાય છે. એન્ટિબાયોટિક દવા જણાવેલ પદ્ધતિ મુજબ જ લેવી જોઈએ. તેને બીજા કોઈ વ્યક્તિ સાથે શેર ન કરવી જોઈએ અને વધેલી દવાનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ. જે લોકોને પહેલેથી જ કિડનીની બીમારી છે અથવા કિડનીની કાર્યક્ષમતા પ્રભાવિત થવાનું અન્ય કોઈ જોખમ છે, તેમણે પેઇનકિલર દવાઓ લેતાં પહેલા તેમના હેલ્થ પ્રોફેશનલને આ અંગે જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.