Site icon Gujarat Mirror

યોકોવિચની ઐતિહાસિક શતક, ઓસ્ટ્રેલિયન ઓપનમાં 100મી મેચ જીતી ઇતિહાસ રચ્યો

હું માત્ર જીત માટે નહીં રમતને વધુ સુધારવા મહેનત કરું છું

100મી જીત સાથે અનન્ય સિદ્ધિ હાંસલ કરીવિશ્વ વિખ્યાત ટેનિસ ખેલાડી નોવાક યોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાની 100મી મેચ જીત મેળવીને ટેનિસ ઈતિહાસમાં પોતાનું નામ સોનેરી અક્ષરોમાં લખાવ્યું છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર પ્રથમ ખેલાડી છે. યોકોવિચે આ ટૂર્નામેન્ટમાં પ્રથમ રાઉન્ડની મેચ જીતીને આ મહત્વપૂર્ણ મુકામ હાંસલ કર્યો. મેચ બાદ તેમણે પોતાના ભાવ વ્યક્ત કરતાં કહ્યું કે, “ઓસ્ટ્રેલિયન ઓપન મારા માટે ખાસ છે. અહીં મને હંમેશા આત્મવિશ્વાસ અને સકારાત્મક ઊર્જા મળે છે. હું હજી પણ વધુ સારું રમવા માટે તૈયાર છું.” તેમણે આગળ જણાવ્યું કે તેઓ માત્ર જીત માટે નહીં પરંતુ પોતાની રમતને વધુ સુધારવા માટે પણ સતત મહેનત કરી રહ્યા છે. ઉંમર વધવા છતાં તેમનો જુસ્સો અને ફિટનેસ આજેય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂૂપ છે.

યોકોવિચ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયન ઓપન અનેક વખત જીતી ચૂક્યા છે અને આ ગ્રાન્ડ સ્લેમ તેમના માટે સૌથી સફળ સાબિત થયો છે. તેમની આ સિદ્ધિથી તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ટેનિસ નિષ્ણાતોનું માનવું છે કે યોકોવિચ હજુ પણ લાંબા સમય સુધી આંતરરાષ્ટ્રીય ટેનિસમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખશે. તેમની મહેનત, શિસ્ત અને સમર્પણ નવા ખેલાડીઓ માટે આદર્શ છે.

 

Exit mobile version