ગુજરાત

યાત્રાધામ અંબાજીમાં શુક્રવારે ઉજવાશે દીપાવલી, દર્શનના સમયમાં ફેરફાર

Published

on

દિવાળીના પર્વના દિવસોની શરૂૂઆત થઇ ચુકી છે ત્યારે નવા વર્ષથી શક્તિપીઠો તેમજ પ્રવાસન ધામોમાં યાત્રિકોનો ઘસારો ઉમટી પડશે. યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળીના પર્વને લઇ અંબાજી મંદિરને લાઈટ ડેકોરેશનથી શણગારવાની તડામાર તૈયારીઓ પ્રારંભ કરી ચુકી છે, ત્યારે અંબાજી મંદિરનું શિખર ઝાકમજોળ રોશની થી ઝળહળી ઉઠ્યુ છે.


જોકે આ વખતે દિવાળી પર્વની તિથિની ક્ષતિના કારણે બે દિવાળી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ 31 ઓક્ટોબરે દિવાળી મનાવવાના છે ત્યારે અંબાજી મંદિરમાં દિવાળી 1 નવેમ્બરે મનાવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી નવેમ્બરે મનાવવાશે.


નવા વર્ષના પ્રારંભે બેસતા વર્ષે અંબાજી મંદિરમાં માતાજીની ગાદી તરફથી છપ્પન ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે. જેના વિશેષ દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે છપ્પન ભોગ અન્નકૂટ બપોરે 12.00 કલાકે રાજભોગ સાથે ધરાવવાનો હોઈ સવારે મંદિર 11.30 કલાકે મંગળ કરવામાં આવશે અને ફરી રાજભોગ અને અન્નકૂટ ની વિશેષ આરતી સાથે બપોર ના દર્શન નો પ્રારંભ થશે બેસતા વર્ષે સવાર ની મંગળા આરતી 06.00 કલાકે થશે.

દર્શનનું નવું સમય પત્રક
બેસતા વર્ષ 02/11/2024 સવારે આરતી 06.00થી 06.30
દર્શન 06.30 થી 11.30
બપોરે અન્નકુટ દર્શન 12.30થી 4.30
ત્રીજથી આરતી સવારે 6.30થી 7.00
દર્શન 07.00 થી 11.30
સાંજે આરતી 6.30 થી 7.00
સાંજે દર્શન 7.00 થી રાત્રીના 9.00 કલાક સુધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version