2900 ગ્રામ સેવકોની દિવાળી સુધરી માસિક પ્રવાસ ભથ્થામાં 850નો વધારો

કેબિનેટ બેઠકમાં નિર્ણય, એક ગ્રામસેવક સરેરાશ 4થી 5 પંચાયતોના ગામોમાં પ્રવાસ કરે છે   મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના કૃષિ વિભાગ હેઠળના…

કેબિનેટ બેઠકમાં નિર્ણય, એક ગ્રામસેવક સરેરાશ 4થી 5 પંચાયતોના ગામોમાં પ્રવાસ કરે છે

 

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના કૃષિ વિભાગ હેઠળના ગ્રામસેવકોના હિતમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આશરે 2,900 ગ્રામસેવકોના માસિક પ્રવાસ ભથ્થામાં ₹850નો વધારો કરાયો છે. હવે તેમને માસિક ₹2,700 ભથ્થું મળશે, જે અગાઉ ₹1,850 હતું. ખેડૂતોને યોજનાઓના લાભ અને માર્ગદર્શન પૂરું પાડવા તેમની વધતી કામગીરીને ધ્યાને રાખી આ વધારો કરાયો છે.

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં ગ્રામસેવકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે, ’રાજ્યમાં કૃષિ વિભાગ હેઠળ હાલ આશરે 2,900 જેટલા ગ્રામસેવકો કાર્યરત છે. સરેરાશ એક ગ્રામસેવકને પોતાના ફાળવેલા સેજામાં 4 થી 5 ગ્રામ પંચાયતોના ગામો અથવા અમુક વિસ્તારોમાં તેથી પણ વધુ ગામોમાં સતત ક્ષેત્રિય પ્રવાસ કરવાનો રહે છે. આ બાબતને ધ્યાને રાખીને, ગ્રામસેવકોને અગાઉ મળતા માસિક રૂૂ. 1,850ના પ્રવાસ ભથ્થામાં રૂૂ.850નો વધારો કરીને માસિક રૂૂ.2,700 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.’

રાજ્યમાં ખાતેદાર ખેડૂતોની સંખ્યામાં સતત વધારો થયો છે. ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અને સહાયનો લાભ સરળતાથી મળે તે માટે ગ્રામસેવકો નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. વર્તમાન સમયમાં ગ્રામસેવકોની કામગીરીનો વ્યાપ ઘણો વધ્યો છે. પાકના વાવેતર તથા ઉત્પાદનના અંદાજ માટે મોબાઈલ એપ મારફતે ડિજિટલ સર્વે કરવો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ય-ઊંઢઈ કરાવવું, કુદરતી આપત્તિ કે અતિવૃષ્ટિ સમયે ખેતરોમાં જઈ સર્વે કરી ખેડૂતોને માર્ગદર્શન આપવું, કૃષિ મહોત્સવ/મેળાનું આયોજન, ટેકાના ભાવે ખરીદી અને પ્રાકૃતિક કૃષિ ઝુંબેશ માટે ગામડાઓમાં તેમજ ખેતરો સુધી પહોંચી ખેડૂતોનો સતત સંપર્ક કરવો અનિવાર્ય બન્યો છે.