ગુજરાત

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તા.30થી તા.5 ડિસેમ્બર સુધી દિવાળીની રજા

Published

on

સૌરાષ્ટ્ર નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળીના તહેવારોને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડના સત્તાધીશો તેમજ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી દિવાળી દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓને કારણે જણસીની આવક હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતનાએ રજાના દિવસે કામકાજ બંધ રાખવામાં આવશે.


તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા, ડુંગળી, લસણ સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારને લઈને કાળીચૌદસ થી ચોથ સુધી માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.


માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરીયાએ જણાવ્યું હતું કે, આગામી દિવાળીના તહેવારો આવતા હોય જેને પગલે સાત દિવસ એટલે કે તારીખ 30 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવક સદંતર બંધ રાખવામાં આવશે અને તારીખ 6 નવેમ્બરને લાભ પાંચમના દિવસે સારા મુહૂર્તમાં રાબેતા મુજબ તમામ જણસીઓની આવક તેમજ વિવિધ જણસીઓની હરરાજી શરૂૂ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version