ગુજરાત
ફૂડ વિભાગની દિવાળી ડ્રાઇવ, મીઠાઇના 42 નમૂના લેવાયા
ખ્યાતનામ હોટેલોમાંથી સબ્જી, પનીર સહિતના સેમ્પલ લઇ પૃથક્કરણ અર્થે લેબમાં મોકલાયા
ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ના સીધા વડપણ હેઠળ કમિશનર ફૂડ સેફ્ટી, ગાંધીનગર ની સુચના અને જામનગર મહાનગરપાલિકા ના કમિશનર ડી.એન. મોદી ના સીધા માર્ગદર્શન હેઠળ તા.3 થી 17 ઓક્ટોબર તથા 19 થી 25 ઓક્ટોબર સુધી આયોજીત ફૂડ સેફ્ટી પખવાડા અંતર્ગત જામનગર શહેર માં વહેચાતા ખાદ્ય પદાર્થ ની ડ્રાઈવ રૂૂપે દરરોજ એફ.એસ.ઓ ની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.અને અનેક સ્થળો એ થી ખાદ્ય ચીજો નાં નમૂના લેવાયાં હતા.અને પૃથક્કરણ માટે લેબોરેટરી મા મોકલવામાં આવ્યા છે.
જેમાં તાં.13 ના રોજ પ્રિપેર ફૂડ તથા પનીર નાં.નમૂના લેવાયા હતા જેમાં ગાયત્રી રેસ્ટોરન્ટ માંથી બટેટા ના શાક તેમજ ન્યુ ચેતના લંચહોમ માંથી મિક્સ વેજીટેબલ (લુઝ) તથા હોટલ કલ્પના, આતિથ્ય રેસ્ટોરન્ટ, મિ.જેઠાલાલ રેસ્ટોરન્ટ , ધ ગ્રાન્ડ બંસી હોટલ, રાજભોગ રેસ્ટોરન્ટ, હોટલ કલાતીત ઈન્ટરનેશનલ, ફૌજી પંજાબી ઢાબા, પેલેટ વેજ ટ્રીટ રેસ્ટોરેંટ હોટલ સ્વાતી, મદ્રાસ હોટલ, ન્યુ શ્રી રામ ડેરી રેસ્ટોરન્ટ, અને રેડ ચીલી પાર્સલ પોઈન્ટમાંથી પનીરનાં નમૂના લેવાયાં હતા.
તાં. 14 ના રોજ સિદ્ધનાથ માવા સેન્ટર , ધર્મેશભાઈ માવાવાલા ,જયંતીભાઈ માવાવાળા, દિલિપભાઇ માવાવાળા, કમલેશભાઈ માવાવાળા, સદગુરુ ડેરી ફાર્મ અને શ્રી અંબિકા ડેરી સ્વીટમાંથી માવાનાં નમૂના લેવામાં આવ્યા હતા. તાં. 16 નાં રોજ મીઠાઈ ફરસાણ નાં નમૂના લેવામાં આવ્યા હતા જેમા હરિઓમ ફરસાણ માર્ટમાંથી સંગમ કતરી (લુઝ) ,સેવ.બૂંદી , શ્રી નવકાર સ્વીટ ફરસાણ માંથી કચોરી , મહાવીર ફરસાણ માર્ટ માંથી મારવાડી સેવ (લુઝ)નવકાર સ્વીટ ફરસાણ માર્ટમાંથી મગજ ના લાડુ (લુઝ) ઠાકર પેંડાવાલા માંથી બાસુંદી (લુઝ) અને ગુલાબ જાંબુ , શીખંડ સમ્રાટ માંથી ગોલ્ડમોર મિલ્ક સ્વીટ, સોન હલવા હાઉસમાંથી નાયલોન ચેવડો, વાહેગુરુ સ્વીટ નમકીન માંથી મીક્ષ ચવાણું (લુઝ), શ્રી રવરાઈ ડેરી માંથી ગુલબ કલી ( બંગાળી મીઠાઈ ), જૈન ફરસાણ માર્ટ માંથી ચોળાફળી, તાં.17 ના રોજ મીઠાઈ ફરસાણ ના નમૂના લેવાય હતા.
જેમાં શ્રી ઝુલેલાલ સ્વીટ માર્ટ માંથી કચોરી , ઠાકર પેંડાવાલા માંથી બાસુંદી , આશિષ ગૃહ ઉદ્યોગ માંથી કચોરી , ગોવર્ધન ચેવડા માંથી કચોરી (લુઝ), જય ભવાની સ્વીટ નમકીન માંથી કચોરી (લુઝ), અને માવા કોકોનટ બોલ , આશાનદાસ માંથી પેંડા , ઓમકાર સ્વીટ એન્ડ નમકીન માંથી અંજીર થાબડી અને કચોરી અને તા.20 ઓક્ટોબર ના રોજ શક્તિ ગ્રહ ઉદ્યોગ માંથી મીઠો માવો અને મોળો માવો તથા બાબુલાલ મીઠાઈવાલામાંથી મોળો માવો અને સ્વીટ બરફીના નમૂના લેવામાં આવ્યા છે જેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવા આવ્યા છે.