વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશીપમાં ભારતીય કુસ્તીબાજોનો નિરાશ દેખાવ

સુનીલકુમાર સહિત ત્રણેય કુસ્તીબાજો પ્રથમ રાઉન્ડમાં જ ઢેર ભારતીય ગ્રીકો-રોમન કુસ્તીબાજોનું વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં નિરાશાજનક પ્રદર્શન સોમવારે યથાવત રહ્યું છે તથા એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ…

સુનીલકુમાર સહિત ત્રણેય કુસ્તીબાજો પ્રથમ રાઉન્ડમાં જ ઢેર

ભારતીય ગ્રીકો-રોમન કુસ્તીબાજોનું વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં નિરાશાજનક પ્રદર્શન સોમવારે યથાવત રહ્યું છે તથા એશિયન ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા સુનીલ કુમાર સહિત ત્રણ કુસ્તીબાજોને પોતપોતાના વજન વર્ગમાં પહેલા રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો.

તાજેતરમાં બે એશિયન ગેમ્સ મેડલ જીતનાર એકમાત્ર ભારતીય કુસ્તીબાજ બનેલા સુનિલ કુમાર પાસે સારા પ્રદર્શનની આશા હતી પરંતુ 87 કિગ્રા વર્ગમાં નોર્વેના એક્સોસ મુકુબુ સામે 0-9થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ એક પણ રાઉન્ડ સુધી પણ રમાઈ નહોતી જે ભારતીય કુસ્તીના નબળા પ્રદર્શનને દર્શાવે છે. અન્ય ભારતીય કુસ્તીબાજો સાહિલ (63 કિગ્રા) અને સચિન સેહરાવત (67 કિગ્રા) પણ સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા હતા.

ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સાહિલ બલ્ગેરિયાના એડમંડ આર્મેન નાઝારિયન સામે 0-7 થી હારી ગયો, જ્યારે સેહરાવત દક્ષિણ કોરિયાના હાંજે ચુંગ સામે 5-6 થી હારી ગયો હતો. લલિત આ ઇવેન્ટમાં મેડલ જીતવાની નજીક પહોંચ્યો હતો. તેને 55 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ પ્લેઓફમાં હારનો સામનો કરવો પડ્યો હતો.