રાજ્યના 250 ગોડાઉન અને 17 હજાર રેશનિંગની દુકાનો પર GPS-CCTVથી ડાયરેક્ટ મોનિટરિંગ

ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સક્રિય કર્યું છે. ગાંધીનગર સ્થિત આ સેન્ટર મારફતે 250 સરકારી ગોડાઉનથી લઈને…

ગુજરાત સરકારે રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધારવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને સક્રિય કર્યું છે. ગાંધીનગર સ્થિત આ સેન્ટર મારફતે 250 સરકારી ગોડાઉનથી લઈને 17 હજાર સસ્તા અનાજની દુકાનો સુધીની સપ્લાય ચેઇન પર ડિજિટલ દેખરેખ રાખવામાં આવી રહી છે. આ વ્યવસ્થાનો હેતુ અનાજના પરિવહન અને વિતરણમાં થતી ગેરરીતિઓને નિયંત્રિત કરવાનો છે.

અનાજનું પરિવહન કરતા વાહનોને ICT લોજિસ્ટિક્સ સોફ્ટવેર સાથે જોડવામાં આવ્યા છે. ગોડાઉનમાંથી અનાજ લઈને નીકળ્યા બાદ વાહનોનું GPS અને જિયો-ફેન્સિંગની મદદથી રિયલ-ટાઇમ ટ્રેકિંગ થાય છે. નિર્ધારિત માર્ગમાં ફેરફાર થાય અથવા વાહન અનાવશ્યક રીતે પાંચ મિનિટ માટે રોકાય, તો સિસ્ટમમાં એલર્ટ જનરેટ થાય છે. ત્યારબાદ કંટ્રોલ રૂૂમ દ્વારા પરિસ્થિતિની તપાસ કરી જરૂૂરી કાર્યવાહી કરી શકાય છે.વાજબી ભાવની દુકાનના સંચાલકે જણાવ્યું હતું કે ડિજિટલ વ્યવસ્થાથી કામગીરીમાં પારદર્શિતા વધી છે અને દુકાનોમાં જથ્થો સમયસર પહોંચવામાં મદદ મળી રહી છે. જોકે, આ વ્યવસ્થાથી ગેરરીતિ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે એવો સ્વતંત્ર આંકડાકીય પુરાવો ઉપલબ્ધ નથી.

ગાંધીનગરના મુખ્ય કંટ્રોલ રૂૂમમાંથી અંદાજે 7 હજાર સીસીટીવી કેમેરા અને ’અન્ન દર્પણ’ પોર્ટલ મારફતે ગોડાઉનોના સ્ટોક પર ચોવીસ કલાક નજર રાખવામાં આવે છે. સ્માર્ટ રૂૂટ પ્લાનિંગથી પરિવહનનું આયોજન કરવામાં આવે છે. સરકારના જણાવ્યા મુજબ, આથી પરિવહન ખર્ચમાં ઘટાડો અને અનાજની ઘટને નિયંત્રિત કરવામાં મદદ મળી રહી છે.