Site icon Gujarat Mirror

સુત્રાપાડાના મટાણામાં જર્જરીત પાણીની ટાંકીથી ગામલોકોમાં ભયનો માહોલ

સુત્રાપાડા તાલુકાનાં મટાણા અને રાખેજ ગામે પાણી પુરવઠા માટે વર્ષો પહેલાં બાંધવામાં આવેલી ઓવરહેડ ટાંકી હવે જર્જરીત હાલતમાં પહોંચી છે. ટાંકીનું પ્લાસ્ટર ઉખડી જતાં અંદરના લોખંડના સડીયા બહાર દેખાવા લાગ્યા છે. ગામલોકોના કહેવા મુજબ ટાંકી ગમે ત્યારે ધરાશાયી થવાની સ્થિતિમાં છે, જેના કારણે મોટા હોનારતની ભીતિ વ્યાપી છે.

વિશેષ તો એ છે કે ઉનાળામાં આ વિસ્તારમાં પાણીની તંગી ઊભી રહે છે. જો આ આધારરૂૂપ ટાંકી તૂટી પડે તો પાણીની મોટાપાયે અછત સર્જાશે. સામાજિક આગેવાનો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.

ગામલોકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર તરત જ સુધારક પગલાં નહીં ભરે તો કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલ મટાણા તથા રાખેજ ગામમાંથી ત્વરીત કાર્યવાહી કરવાની લોકમાંગ જોર પકડી રહી છે.

Exit mobile version