Site icon Gujarat Mirror

ડિજિટલ ટેકનોલોજીએ દાટ વાળ્યો, માતા-પિતા કરતાં ‘Gen-Z’ ડફોળ

નવી પેઢીની બૌધિક ક્ષમતામાં સતત ઘટાડો, 80 દેશના રિસર્ચમાં ચોંકાવનારા તારણો

વિકસિત દેશોએ કોમ્પ્યુટર કલ્ચર છોડી કાગળ-પેન-પુસ્તકો તરફ પાછા વળવા નક્કી કર્યું

ટેકનોલોજીમાં સતત અપડેટ રહેતી ‘ૠયક્ષ ણ’ પેઢી સતત કોમ્પ્યુટર કે મોબાઈલમાં અટવાયેલી રહે છે જેના કારણે તેનો ઈંચ સતત ઘટી રહ્ક્ષાનું ચોંકાવનારૂ તારણ બહાર આવ્યું છે વિકસિત દેશોએ અ ા સામે પગલાં લેવાના પણ શરૂ કર્યા છે.

ન્યુરો સાયન્ટિસ્ટ ડો. જેરેડ કુની હોરવાથે અમેરિકાની સેનેટ કમિટીમાં ખુલાસો કર્યો . ૠયક્ષ ણ (15-27 વર્ષ) પહેલી એવી પેઢી છે જેનો ઈંચ તેમના માતા-પિતા કરતા ઓછો. સ્વીડન અને ફ્રાન્સ જેવા દેશોએ હવે શાળાઓમાં ફરીથી કાગળ-પેન અને પુસ્તકો તરફ વળવાનું શરૂૂ ૠયક્ષ ણ કજ્ઞૂ ઈંચ: માણસ એવી પ્રજાતિ છે કે જેનો ઈંચ વર્ષોના વર્ષો વધતો રહે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં માણસનું મગજ વધુ તીવ્ર અને તાર્કિક બને છે.
દશકાઓથી થઈ રહેલા રિસર્ચ જણાવે છે કે સારું શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય અને મુશ્કેલ વાતાવરણના કારણે માણસનો ઈંચ સ્કોર સતત વધતો રહ્યો છે, તેને ફ્લિન ઈફેક્ટ કહેવામાં આવે છે. પરંતુ હવે પહેલીવાર એવી પેઢીની ઓળખ થઈ છે કે જેનો ઈંચ વધવાના સ્થાને ઓછો થઈ રહ્યો છે. આ પેઢી જેન જી ની છે, કે જે બૌદ્ધિક ક્ષમતાઓને લઈને પોતાના માતાપિતાથી બુદ્ધૂ સાબિત થઈ રહી છે.

આ ખુલાસો ન્યૂરો સાઈન્ટિસ્ટ ડોક્ટર જેરેડ કુની હોરવાથે અમેરિકાની સેનેટ કમિટીમાં કર્યો છે. તેમણે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે ડિજિટલ ટેક્નોલોજી પર વધારે નિર્ભરતા તેનું મુખ્ય કારણ છે. ડોક્ટર હોરવાથે કહ્યુ છે કે 1800ના દશકના ઉત્તરાર્ધથી પહેલા કોઈ પેઢીનો આઈક્યૂ, મેમોરી, ધ્યાન, અભ્યાસ, ગણિત અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા ગત પેઢીથી ઓછી થઈ છે. જેન-જી (15થી 27 વર્ષના યુવા) પહેલી એવી પેઢી બની ગઈ છે, જેમની બુદ્ધિ એટલે કે આઈક્યૂનું સ્તર તેના માતાપિતાની પેઢીથી ઓછું છે.

લગભગ 80 દેશો પર થયેલા રિસર્ચના આંકડાનું એનાલિસિસ કરીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ડોક્ટર હોરવેથે જણાવ્યુ કે માણસનું મગજ નાના વીડિયો અને સંક્ષિપ્ત વાક્યો શીખવા માટે બનેલું નથી. તેમણે કહ્યુ કે માણસ ઊંડાણપૂર્વકના અભ્યાસ અને સામસામે વાતચીતથી સારું શીખે છે, ન કે સ્ક્રીનથી સારું શીખે છે. ડોક્ટર હોરવાથે જણાવ્યુ કે 2010 બાદથી બાળકોની બૌદ્ધિક ક્ષમતા ઘટવા લાગી.

ડોક્ટર જેરેડે પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે ૠયક્ષ ણ ના યુવા પોતાની બુદ્ધિમાનીને લઈને જરૂૂરતથી વધારે આત્મવિશ્વાસી છે. તેમને પોતાની નબળાઈનો અહેસાસ નથી. તેમને લાગે છે કે તેઓ ટેક્નોલોજીમાં આગળ છે, પરંતુ આ તકનીકથી બાળકોના મગજના વિકાસ પર રોક લાગી જાય છે. અમેરિકા અને બ્રિટનમાં બાળકોના દૈનિક અભ્યાસની ટકાવારીમાં મોટો ઘટાડો આવ્યો છે. કોવિડ બાદ તો તેમાં ઝડપથી વધારો થવા લાગ્યો છે. સતત ફોન સ્ક્રોલ કરવાથી યુવાઓની મનોદશા પ્રભાવિત થાય છે.

ડિજિટલ ગેજેટ્સ પર સ્કૂલોમાં રોક
સ્વીડન જેવા દેશોએ તાજેતરમાં સ્કૂલોમાં ડિજિટલ ગેજેટ્સ હટાવીને ફરીથી કાગળ-કલમ અને પ્રેન્ટેડ પુસ્તકો તરફ પાછા વળવાનો નિર્ણય કર્યો છે. તો ફ્રાંસ, નેધરલેન્ડ્સ, બ્રિટન, ફિનલેન્ડ જેવા દેશોએ પણ સ્કૂલોમાં ટેબલેટ અને લેપટોપના ઉપયોગને પણ મર્યાદીત કર્યો છે. યૂનેસ્કોના રિપોર્ટમાં પણ ચેતવણી આપવામાં આવી હતી કે શિક્ષણમાં તકનીકનો વધુ ઉપયોગ ત્યાં સુધી ફાયદાકારક નથી, જ્યાં સુધી તે શીખવામાં મદદ કરે નહીં.

Exit mobile version