Site icon Gujarat Mirror

બોટાદમાં હીરાની ચોરીનો ભેદ ઉકેલાયો: કારખાનાના કારીગરે જ 4.90 લાખ ચોર્યા હતા

બોટાદ તુરખા રોડ પર આવેલા ગોપાલનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા હીરાના કારખાનામાંથી ચોરાયેલા હીરા પોલીસે રિકવર કર્યા છે. રાહુલભાઈ કણઝરીયાના કારખાનામાંથી 4.90 લાખની કિંમતના હીરાના પેકેટની ચોરી થઈ હતી.

17 જુલાઈની રાત્રે થયેલી ચોરીની ફરિયાદ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પીઆઈ એસ.આર. ખરાડીએ અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂૂ કરી. સર્વેલન્સ ટીમને કારખાનામાં કામ કરતા કારીગર પર શંકા ગઈ.

તપાસમાં જાણવા મળ્યું કે કારખાનામાં કામ કરતા પ્રવીણ ઉર્ફે ટેપુ મનસુખભાઈ ચૌહાણ (32) એ જ આ ચોરી કરી હતી. 17 જુલાઈના રોજ કારખાનું બંધ થવાના સમય પહેલા તે ધાબા પર સંતાઈ ગયો હતો. કારખાનું બંધ થયા બાદ તેણે ટેબલના ખાનામાંથી હીરાના પેકેટ ચોરી લીધા.
પોલીસે આરોપીના ઘરેથી 7,796 નંગ હીરા કબજે કર્યા છે. આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બોટાદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Exit mobile version