ગુજરાત
ભાર્ગવ કુવાડિયાના ફૂલેકામાં અઢીસો કિલો સોનું પહેરી આહીરાણીઓ જોડાઇ
દિકરાના લગ્ન પ્રસંગે માવતરના ઉમંગનો પ્રભાવ કંઇક અનોખો જ હોય છે. તેમાય આહિર સમાજમાં પુત્રવધુને આવકારવા જળવાતી પરંપરા આજેય અકબંધ છે. શહેરના જાણીતા આહિર સમાજના અગ્રણી એભલભાઇ કુવાડીયાના પુત્ર ભાર્ગવભાઇના લગ્ન પ્રસંગે ભવ્ય ફુલેકુ નિકળ્યું હતું. ફુલેકામાં આહિરાણીઓ પરંપરાગત પહેરવેશમાં તો જોવા મળી જ હતી પણ સાથો સાથ અન્ય સમાજના લોકો પ્રભાવિત થાય તે રીતે આહિરાણીઓ 260 કિલો સોના સાથે રાસ રમતા જોવા મળ્યા હતા. આ તકે નાસિકના પ્રખ્યાત ઢોલીઓ પણ ઉપસ્થિત રહી પ્રસંગને ચાર ચાંદ લગાવ્યા હતા. શહેરના 150 ફુટ રીંગરોડ પાસે સોમનાથ સોસાયટીમાં નિકળેલા વરરાજા ભાર્ગવની ઘોડીને પણ 35 કિલો ચાંદીથી શણગારાઇ હતી. પ્રસ્તુત તસવીરમાં કુવાડીયા પરિવારના ભાર્ગવભાઇના ફુલેકામાં પરંપરાગત પહેરવેશ સાથે દેખાતા આહિરાણીઓ- ભાઇઓ નજરે પડે છે.