કોલંબિયામાં આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. કોલંબિયાના પશ્ચિમી વિસ્તારમાં આવેલા 7.4ની તીવ્રતાના આ ભૂકંપમાં 132 લોકોનો મોત થયાં છે, જ્યારે 570થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કોલંબિયા સરકારે કરી છે. કુદરતી હોનારતની આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે કોલંબિયા સરકારે સોમવારે જ દેશમાં ‘રાષ્ટ્રીય આપત્તિ’ જાહેર કરી દીધી હતી.
અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર રાજધાની બોગોટાથી લગભગ 400 કિલોમીટર પશ્ચિમમાં પાલમાર વિસ્તારમાં હતું. તેના આંચકા પડોશી દેશો ઇક્વાડોર અને વેનેઝુએલા સુધી અનુભવાયા હતા.
કોલંબિયાના પ્રમુખ Abelardo de la Espriellaએ બોગોટાથી માહિતી આપતા જણાવ્યું હતું કે, આ શક્તિશાળી ભૂકંપને કારણે દેશભરમાં 1,575 મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, દેશના 6 એરપોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ નુકસાન થતાં તમામ કોમર્શિયલ ફ્લાઈટ્સનું ઓપરેશન તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે.