ગુજરાત

અંધઆશ્રમ પાસેના વધુ ચાર જજર્ર્રિત બિલ્ડિંગનું ડિમોલિશન

Published

on

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા એક સપ્તાહ દરમિયાન અંધાશ્રમ નજીક આવેલા અતિ જર્જરિત 1404 આવાસ માં ડીમોલિશન ની પ્રક્રિયા પૂન: હાથ ધરવામાં આવી હતી, અને 1404 આવાસ પૈકીના વધુ ચાર બ્લોકને આજે જમીન દોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


જામનગરમાં નગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા દિવાળી પહેલાં 1404 આવાસ પૈકીના કેટલાક બિલ્ડીંગ દૂર કરાયા હતા, જે પૈકીના આજે બ્લોક નંબર 82,83,84 અને 85 નંબરના વધુ ચાર બિલ્ડીંગ ને જમીન દોસ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અત્યાર સુધીમાં કુલ 33 બિલ્ડીંગ પૈકીના 696 ફ્લેટ ને જમીન દોસ્તી કરી દેવામાં આવ્યા છે, અને આ કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, ઉપરાંત અનવરભાઈ ગજણ, સુનિલભાઈ ભાનુશાળી, યુવરાજસિંહ ઝાલા વગેરેની આગેવાનીમાં સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version