ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો. દ્વારા NPCIને રજૂઆત, માર્જીન પર સીધી અસર થવાની ચિંતા
ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન્સના ફેડરેશન (એફજીપીડીએ)એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ને રજૂઆત કરીને પેટ્રોલ અને ડીઝલ આઉટલેટ્સને યુપીઆઈ વ્યવહાર પર પ્રસ્તાવિત 0.4 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)માંથી મુક્તિ આપવાની માંગ કરી છે. 2000 રૂૂપિયાથી વધુના વ્યવહાર પર લાગુ પડનાર આ ચાર્જથી ઇંધણ સ્ટેશનોના સંચાલન ખર્ચમાં વધારો થશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
ફેડરેશનના પ્રમુખ મેહુલ પટેલે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ ડીલર્સ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નક્કી કરાયેલા નિયત માર્જિન પર કામ કરે છે. તેઓ વધારાના વ્યવહાર ખર્ચને પચાવવા માટે સ્વતંત્ર રીતે ભાવ વધારી શકતા નથી. ફેડરેશનના જણાવ્યા અનુસાર, ઇંધણ સ્ટેશનો પર 2000 રૂૂપિયાથી વધુના ડિજિટલ વ્યવહાર સામાન્ય છે. ઉદાહરણ તરીકે 5000 રૂૂપિયાની ઇંધણ ખરીદી પર 0.4 ટકા એમડીઆર લગભગ 20 રૂૂપિયા થાય.
કેન્દ્ર અને એનપીસીઆઈએ યુપીઆઈ માટે નવી એમડીઆર વ્યવસ્થા જાહેર કરી છે, જે 15 ઑક્ટોબરથી અમલમાં આવશે. સામાન્ય રીતે 2000 રૂૂપિયાથી વધુના મર્ચન્ટ વ્યવહાર પર 0.4 ટકા ચાર્જ લાગુ પડશે. જોકે ઇંધણ સહિત જરૂૂરી અને પાતળા માર્જિનવાળી શ્રેણીઓ માટે પ્રતિ વ્યવહાર 5 રૂૂપિયાનો સપાટ એમડીઆર રાખવામાં આવ્યો છે. કેન્દ્રનું કહેવું છે કે આ તફાવતવાળો દર સાંકડા માર્જિન પર કામ કરતા વ્યવસાયોને ખર્ચની નિશ્ચિતતા આપવા માટે છે.
રીટેલ આઉટલેટમાં વેચાણ ભાવ ફીકસ અને અમારૂ માર્જિન ઓછું છે: ફેડરેશન
ફેડરેશનના સચિવ ધીમંત ઘેલાણીએ કહ્યું કે ડીલર્સ આ ચાર્જ ગ્રાહક પાસેથી અલગ સરચાર્જ તરીકે વસૂલી શકતા નથી, કારણ કે રિટેલ આઉટલેટ પર ભાવ પ્રદર્શિત હોય છે અને ડીલર માર્જિન નિયમન હેઠળ છે. તેમણે આશા વ્યક્ત કરી કે ઇંધણ સ્ટેશનોને સંપૂર્ણ મુક્તિ મળે અથવા એમડીઆર ઉદ્યોગ કક્ષાએ શોષાય કે પરત ભરપાઈ થાય તેવી વ્યવસ્થા થાય. એફજીપીડીએના સૂત્રો અનુસાર પેટ્રોલ પર અંદાજિત ડીલર માર્જિન પ્રતિ લિટર 3.90 રૂૂપિયા અને ડીઝલ પર 2.50 રૂૂપિયા છે. આવા પાતળા માર્જિનમાં વધારાનો ચાર્જ સીધો સંચાલન બોજો બની જાય છે.
