ગુજરાત

ગોંડલના બંધ પુુલ પર ST, સ્કૂલ બસને ચલાવવાની મંજૂરી આપવા માંગ

Published

on

ગોંડલ નાં રાજાશાહી સમય નાં બન્ને પુલ હેવી વાહનો માટે બંધ કરાયા હોય લોકો પરેશાની ભોગવી રહ્યા ની વિગત દર્શાવી સ્કુલ બસ,એસટી.બસ સહીત નાં વાહનો ને પુલ પર થી પસાર થવા માટે મંજુરી આપવા તાકીદ ની રજુઆત રાજપુત યુવક મંડળ ટ્રસ્ટ નાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ મુખ્યમંત્રીને કરી છે.


રજુઆત માં દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું કે મહારાજા ભગવતસિંહજીના કાર્યકાળ દરમ્યાન ગોંડલ શહેરને બે ભાગમાં વિભાજિત કરતી ગોંડલી નદી ઉપર બે ઓવરબ્રિજ નિર્માણ પામેલ છે. એક સદી પહેલા બંધાયેલા આ પુલ આજની તારીખે પણ એટલાજ મજબૂત છે. વર્ષોથી આ બ્રિજ મારફત પૂર્વ ગોંડલ વિસ્તાર અને આગળ જતાં ભાવનગર સુધીનો લાંબો ભૌગોલિક પટ્ટો આ બ્રિજનો ઉપયોગ કરે છે. આટકોટ જસદણ બોટાદ ભાવનગર અમદાવાદ અને દક્ષિણ-પૂર્વીય ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર સહિત અનેક ગામડાઓનો આ મુખ્ય માર્ગ છે. ટ્રાફિકની દ્રષ્ટિએ આ પુલ અત્યંત વ્યસ્ત અને ઉપયોગી પુલ છે. ગોંડલના બે ઐતિહાસિક બ્રિજને લઈને હાઇકોર્ટમા જાહેરહિતની અરજી થવા પામી હતી આ બાબતમાં કલેક્ટર રાજકોટ, શહેરી વિભાગ અને ગોંડલ નગરપાલિકા સહિત વિભાગો એક બીજાના માથે જવાબદારી ઢોળી રહ્યા છે.

તેથી હાઈકોર્ટે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. આ હેરિટેઝ વિવાદના કારણે સમગ્ર મામલો હાઇકોર્ટમાં જતા આ રસ્તો ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે. આ વિસ્તારની ધોરી નસ અને જીવાદોરી સમાન આ બને બ્રિજ સામે બીજો કોઈ સારો વિકલ્પ નથી તેથી નાછૂટકે સુરેશ્રવર મહાદેવ મંદિર પાસેના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ થઈ રહ્યો છે. સુરેશ્વર મંદિર નજીક ગોંડલના વેરી તળાવ ડેમના નીચાણવાળા સર્વિસ રોડ પાસેથી પસાર થતો ખુબ સાંકડો અને ટૂકી પટ્ટીનાં રોડ નો ઉપયોગ થઈ રહ્યો છે. મોટા વાહનો સામસામા આવેતો નજીકની ભેખડમાં ઉતરી જવાય તેવો આ ખતરનાક રોડ છે. ફરીફરીને જતો આ રોડ વાહનોની એવરેજ અને આયુષ્ય બગાડી રહ્યો છે. વાહન વ્યવહાર માટે આ જોખમી રસ્તો હોવા છતા મજબુર બની લોકો ઉપયોગ કરી રહ્યા છે.


આા રોડ પર ટ્રાફિકના કારણે વાહનોની લાંબી લાઈનો લાગે છે. યાર્ડમાં આવતા જણશી ના વાહનો, બસ, ટ્રક, ક્ધટેનરના કારણે આ રોડ ભરચક રહે છે. જેને કારણે આ રસ્તો પણ તૂટીને બિસ્માર હાલતમાં છે. આ ટ્રાફિક જામમાથી નીકળવા માટે વાહનો નજીકના ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થઈ રહયા છે. હેવી ટ્રાફિકના કારણે આ ગ્રામ્ય રોડ નષ્ટ થઈ રહ્યા છે. ગ્રામ્ય રોડ રિપેરિંગ કરવા માટે તથા નવા તૈયાર કરવા માટે વળી કોઈ જોગવાઇઓ નથી ગામડાઓમાં વર્ષો સુધી નવા રસ્તા બનતા નથી તેથી ગ્રામ્ય પ્રજાએ આ સમસ્યા આજીવન સહન કરવાની રહે છે. ગામડાઓના આ સિંગલ રસ્તાઓ વનવે જેવા છે. તેથી ગ્રામ્ય પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્કૂલ વાહનો અને ઈમરજન્સી મેડિકલ વ્હીકલ ટ્રાફિક જામમાં ફસાઈને વિલંબિત થાય છે. સરવાળે સમગ્ર પ્રજા બેહદ ત્રાસ ભોગવી રહી છે.


ગ્રામીણ આમજનતાની આ મુશ્કેલીઑના ઉકેલ માટે સરકારશ્રીએ ત્વરિત પ્રબંધ કરવા જોઈએ. નવા પુલોનું નિર્માણ તાકીદના ધોરણે થાય તે આવશ્યક છે. ત્યાં સુધી કામચલાવ ધોરણે બને પુલ દરેક વાહનો માટે ચાલુ કરી દેવા જોઈએ ખાસ કરીને ભારે લોડેડ સિવાયના વાહનો પેસેંજર બસ એસટી બસ સહિતના આવશયક વાહનો માટે આ પુલના ઉપયોગની પરમીશન આપવા રજુઆત માં જણાવાયું છે. આવી મહત્વની કામગીરીમાં પણ તંત્રની ઢીલી નીતી તથા સંવેદના ના હોયતો તે ગંભીર બાબત છે. અને તેથી લોકોમાં નારાજગી પ્રગટે તે સ્વાભાવિક છે. તેથી આપની કક્ષાએ આ પ્રશ્ન હાથ ઉપર લઈ આ સમસ્યાનો ઉકેલ લાવવા જણાવાયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version