ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોના દેવા માફ કરવા માંગ

Published

on

જુનાગઢ જીલ્લામાં સતત વરસાદ વરસવાના કારણે ખેડૂતોના પાક-મૌલ સદંતર નાશ પામેલ છે. અને ઘેડ પંથકના ખેડૂતોની એકમાત્ર આજીવીકા સમાન ખેતીની જમીનનું ભારે ધોવાણ થયેલ છે. જેથી તાત્કાલીક લીલો દૂશ્કાળ જાહેર કરી ખેડૂતો માટે આર્થીક રાહત પેકેજ આપવા અને ઘેડ પંથકના ખેડૂતોને પોતાના પાક-મૌલની નુકશાની સાથો-સાથ ખેતીની જમીનનું પણ ભારે ધોવાણ થયેલ છે. જેનો અલગથી આર્થીક રાહત પેકેજ જાહેર કરવા (2) અને ધરતી ફાડીને ધાન્ય પકવતા જગતનાતાતનું આર્થીક દેવુ માફ કરવાની જાહેરાત કરવા અંગે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.


જુનાગઢ જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સતત વરસાદ વરસી રહેલ છે. જેના કારણે ધરતી ફાડીને ધાન્ય પકાવતા જગતનાતાત ખેડૂતોને તેમની એકમાત્ર આજીવિકા સમાન ખેતીની જમીનમાં વાવેલ મગફળી, કપાસ, ડુંગળી, અને સોયાબિન વગેરે જેવા પાક-મૌલનું સદંતર નાશ પામેલ છે. અને ખેડૂતોનું તૈયાર થયેલ પાક-મૌલ પણ કુદરતી વરસાદી પાણીના પુરમાં તણાય ગયેલ છે. અને ઘેડ પંથક જુનાગઢ જીલ્લાના કેશોદ, માંગરોળ, વંથલી, માણાવદર ના ગામોમાં ખેડૂતોને પાક-મૌલ નાશ થયાની સાથો સાથ તેમની એકમાત્ર આજીવિકા સમાન ખેતીની જમીનોના પણ પાણીના ભારે પુરના કારણે ભારે ધોવાણ થયેલ છે.


હાલમાં જુનાગઢ જીલ્લા સહિત રાજ્યમાં સતત કુદરતી ભારે વરસાદ વરસવાના કારણે લીલી દુષ્કાળ જેવી સ્થિતી સર્જાયેલ છે. જેના કારણે જગતનો તાત ખેડૂત આર્થીક રીતે સાવ પાયમાલ થઇ ગયો છે. શ્રમીક કરતા પણ જગતનાતાત ખેડૂતની આર્થીક રીતે કફોડી હાલત છે. જે સ્થિતીને આપની રાજ્ય સરકાર ખેડૂતને બચાવવા ખેડૂતના હિતમાં તાત્કાલીક નિર્ણય લઇ આર્થીક દેવાના ડુંગર નીચે દબાયેલ જગતનાતાત ખેડૂતનું સંપુર્ણ લેણું માફ કરવા અને તાત્કાલીક ધોરણે તેમને આર્થીક સહાય આપવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version